ફૈઝાન રંગરેજ (મરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં કોરોના સ્થિતિ દિવસે દિવસ બદથી બતદર બનતી જઈ રહી છે. દરરોજ કોરોના મોટી સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. ગત વર્ષે કોરોના સંક્રમંણ નાથવા રાજ્ય સહિત દેશભર લોકડોઉન લાગવામાં આવ્યું હતું અને ફરી આ વર્ષ  દેશની સ્થિતિ ત્યાં ને ત્યાં આવીને ઊભી છે. જોકે રાજ્ય સરકારે હાલમાં જ હાઈકોર્ટના નિર્દેશ બાદ લોકડાઉનની જરૂરિયાત નહીં હોઈ રાત્રી કરફ્યૂ વધારવાની જાહેરાત કરી હતી. જોકે કેટલીક સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, કેટલાક સંગઠનો દ્વારા સ્યંભૂ પણ બંધ પાડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સતત કોરોનાનો આંકડો પણ વધતો જાય છે. જેને કારણે અગાઉ સૌથી વધુ લોકડાઉનનો માર ખાઈ ચુકેલા રોજમદારો અને શ્રમજીવીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર હાલ કેટલાક પરપ્રાંતિય શ્રમીકો પોતાના વતન ભણી હિજરત કરવા લાગ્યા છે. રાજ્ય કોરોનાની બીજી લેહર અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. ફરી લોકડાઉન ભય શ્રમજીવી મજૂરને સતાવી રહ્યો છે. ધીમે ધીમે તેમજ બસ અને ટ્રેન મારફતે પોતાની વતન તરફ હિજરત કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર રાજ્ય લોકો ગભરાવાની જરૂર નથી કોઈ લોકોડાઉન થવાનું નથી તેવું આશ્વાસન આપી રહી છે, પણ આડકતરી રીતે કાન પકડાવા જેવી સ્થિતિ જોતાં શ્રમીકોમાં વિશ્વાસ ખુટવા લાગ્યો છે.

અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે વતન તરફ હિજરત કરવા શ્રમજીવી મજૂરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે સ્થિતિમાંથી પસાર થવું પડયું હતું તો ફરીથી તે સ્થિતી ઉદ્ભવી ના જાય અને જે રીતે અમે લોકો ઉનાળામાં ભર તાપમાં પગપાળા ચલ્યા ગયા. પોલીસના ડંડા ખાધા અને બહુકષ્ટ વેઠીને ગયા છે તે કષ્ટ હવે ન પડવો જોઈએ. જેને લઇ અગાઉથી તકેદારીના ભાગરૂપે અમે આયોજન કરી વતન પરત ફરી રહ્યા છે.