મેરાન્યૂઝ નેટવર્ક.ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના બિકાનેરમાં વાયુસેનાનું એક મિગ 21 વિમાન ક્રેશ થઈ ગયું છે. એર ક્રાફ્ટમાં રહેલા બંને પાયલટ સમયસર પ્લેનમાંથી નિકળી જતાં તેઓનો બચાવ થયો છે. પ્લેન તે ઓ પોતાની રુટીન પેટ્રોલિંગમાં હતું. આ મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટ હતું.

આ વિમાનમાં એક ગ્રુપ કેપ્ટન અને એક ક્વોડ્રન લીડર હતા. આ વર્ષે મિગ--21 ક્રેશ થવાની આ ત્રીજી ઘટના બની છે. આપને એ પણ ખ્યાલ હશે કે વિંગ કમાંડર અભિનંદન પણ મિગ 21 ઉડાવતા હતા જ્યારે તે ક્રેશ થયું હતું. તે પછી રાજસ્થાનના બિકાનેરાં પણ એક મિગ 21 ક્રેશ થયું હતું.

મિગ-21ના ક્રેશ થવાની ઘટનાઓ તો જાણે સામાન્ય બની ગઈ છે. અંદાજીત 5 દાયકા જુના આ વિમાનોને બદલવાની માગણી લાંબા સમથથી કરાઈ રહી છે. ફ્લાઈંગ કોફિન તરીકે બદનામ આ વિમાનોને એચએએલ દ્વારા નિર્મિત દેશી હલ્કા ફાઈટલ પ્લેન (એલસીએ) તેજસથી બદલવાની માગ કરાઈ રહી છે.