મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ધીરે ધીરે ફરીથી દેશી-વિદેશી દારૂના અડ્ડા અને જુગારની બંધ થયેલી બદીએ ફરીથી ધીરે ધીરે માથું ઉંચકી રહી છે મેઘરજ પોલીસ સ્ટેટ વિજિલન્સે દરોડા પાડી મેઘરજના નામચીન રમેશ નામના બુટલેગરના ઘરે દરોડો પાડી પકડી પડતા મેઘરજ પોલીસ અને જીલ્લા પોલીસતંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા બાદ મેઘરજ પોલીસતંત્ર હરકતમાં આવી સતત પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં સક્રિય થતા બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે મેઘરજ પોલીસે પંચાલ રોડ પર આવેલા સર્વિસ સ્ટેશન નજીક ખુલ્લામાં હારજીત નો ગંજીપાનો જુગાર રમતા ૫ શકુનિઓ ને ઝડપી પાડી રૂ.૯૦૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શર્માએ બાતમીના આધારે મેઘરજ ટાઉનમાં પંચાલ રોડ ઉપર આવેલ સર્વિસ સ્ટેશન ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં (૧) ફીરોજભાઇ અહેમદભાઇ શેખ રહે. ઇન્દીરાનગર (૨) શાહરુખ ઇસુફ ચૌહાણ રહે. ઇંદીરાનગર (૩) સલાઉદ્દીનભાઇ ઇકબાલભાઈ બંગા રહે.જુમામસ્જીદ પાસે (૪) રજાકભાઈ અહેમદભાઇ ચડી રહે. ઘાચીવાડા જુની મસ્જીદ પાછળ તથા (૫) સીરાજભાઈ દાઉદભાઈ બંગા રહે, ઘાચીવાડા (તમામ રહે, મેઘરજ) ને  રોકડ રકમ રૂ.૨૨,૩૬૦/- તથા મોબાઇલ નંગઃ ૫ કિં.રૂ.૧૮,૦૦૦/- તથા ગંજી પાનાનંગ-૫૨ કિં.રૂ.૦૦/(૧) હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ નં.GJ.09.CJ.3828 કિં. રૂ.3૦,૦૦૦/- તથા (૨) બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં. GJ. 9. CD. 2879 કિં.રૂ.૨૦,૦૦૦/- ની મળી કૂલ મુદ્દામાલ કિ.રૂ.૯૦,૩૬૦/- સાથે ઝડપી પાડી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા ૧) સલાઉદ્દિન ઉર્ફે ડેલો ગુલુભાઇ બાકરોલીયા રહે.દરગાહ ની બાજુમાં જુના બજાર રોડ, ૨)  ઇન્તિયાઝ સુલેમાન ડાયા રહે.નવીફળી ઘાંચીવાડા ૩) ઇરફાન ઇસ્માઇલભાઇ કાજી ઉર્ફે નન્નુ રહે. ઇન્દીરાનગર ૪) મુસ્તુભાઇ રસુલભાઇ કાજી ઉર્ફે કુલડી રહે ઇન્દીરા નગર ૫) શેહજાદ અજીતભાઇ પઠાણ રહે.ઇન્દીરા નગર (તમામ રહે, મેઘરજ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.