મેરાન્યૂઝ નેટવર્ક.માલપુર: બે વર્ષ પહેલા મિત્રો સાથે માલપુર તાલુકાના પાટીદાર સમાજના ૨૦ થી વધુ યુવકો મહીસાગર નદીમાં નાહવા ગયા હતા જેમાંથી ૫ યુવકો ડૂબી જતા મોત નીપજ્યું હતું ત્યારે ફરીથી આ ઘટનાની યાદ તાજી કરાવી દે તેવી ઘટના બની છે જેમાં માલપુર તાલુકાના મેવડા ગામના કેટલાક યુવકો કડાણાડેમ ફરવા ગયા હતા કડાણાડેમ નજીકથી પસાર થતી મહીસાગર નદીના વહેણમાં નાહવાની લાલચમાં મિત્રો સાથે ફરવા ગયેલ મેવડા ગામનો ૨૧ વર્ષીય આશાસ્પદ યુવક ડૂબી જતા ભારે ચકચાર મચી હતી વહીવટીતંત્રને થતાં તાબડતોબ તરવૈયા ઉતારી દઈ યુવકની શોધખોળ હાથધરી હતી તેમ છતાં યુવકનો અત્તો પત્તો ન લાગતા કડાણાના મામલતદારે એનડીઆરએફ ટીમની મદદ માંગી હતી ઘટનાસ્થળે યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

રવિવારે માલપુર તાલુકાના મેવડા ગામનો અને નિવૃત્ત આર્મી જવાનનો ૨૧ વર્ષીય પ્રફુલ જ્યંતી ભાઈ પરમાર નામનો યુવક તેના મિત્રો સાથે કડાણાડેમ જોવા ગયો હતો કડાણાડેમ નજીક પસાર થતી મહીસાગર નદીમાં યુવકનું જાણે મોત પોકારતું હોય તેમ મિત્રો સાથે નદીમાં નાહવા પડતા નદીના વહેણમાં જોતજોતામાં પ્રફુલ તણાઈ જતા તેની સાથે રહેલા મિત્રોએ બચાવવા બુમાબુમ કરી મૂકી હતી સ્થાનિક લોકોની મદદ મળે તે પહેલા યુવક પાણીમાં ગરકાવ થઇ જતા ભારે ચકચાર મચી હતી યુવકની ડૂબી જવાની ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથધરી હતી આ ઘટનાને ૨૪ કલાકનો સમય વીતવા છતાં યુવકની ભાળ નહિ મળતા કડાણાના મામલતદારે એનડીઆરએફ ટીમની મદદ માટે કાર્યવાહી હાથધરી હતી.

રવિવારે  મિત્રો સાથે ફરવા ગયેલ પ્રફુલ પરમાર હમણા ઘરે આવશેની રાહ જોઈ બેઠેલા પરિવારજનોને પ્રફુલ મહીસાગર નદીમાં નાહવા પડતા ડૂબી ગયો હોવાની જાણ થતા પરિવારજનો પર આભ તૂટી પડી હતું અને તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી પ્રફુલને ડૂબી જવાની ઘટનાને ૨૪ કલાક કરતા વધુ સમય થવા છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારજનોની હાલત દયનિય બની હતી.