મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ તનુશ્રી દત્તાએ પોતની સાથે થયેલા જાતિય શોષણને લઈને મી ટૂ કૈમ્પેઈન અંતર્ગત અવાજ ઉઠાવ્યો, તે પછીથી બોલીવુડ જગતમાં હંગામો મચી ગયો છે. હવે બિગ બિ અને મહાનાયક જેવા મહાનતા ભર્યા શબ્દો જેના માટે વપરાય છે તે અમિતાભ બચ્ચ સુધી આ કેમ્પેઈનની આગની જ્વાળાઓ પહોંચતી દેખાઈ રહી છે.

સેલીબ્રિટી હેરસ્ટાઈલીસ્ટ સપના ભાવનાનીએ મી ટૂ મૂવમેન્ટના અંતર્ગત એક ટ્વીટ કર્યું છે. તેમાં તેણે કહ્યું છે કે, અમિતાભ જે આ અભિયાનનું સમર્થન કરી રહ્યા છે, તે એક મોટો ઢોંગ છે. તેણે લખ્યું કે, આ સૌથી મોટું જુઠ્ઠું છે. સર તમારી ફિલ્મ પિંક રિલીઝ થઈને જઈ ચુકી છે અને તમારી એક્ટિવિસ્ટ ઈમેજ જલ્દી જ જતી રહેશે. તમારું સત્ય જલ્દી જ સામે આવશે. આશા છે તમારું બેચેની અને ચિંતામાં નખ ચાવવાનું પુરું નહીં પડે.

તે પછી તેણે બીજું એક ટ્વીટ કર્યું અને તે ટ્વીટમાં તેણે લખ્યું કે, મેં તેમની ઘણી વાતો સાંભળી છે, આશા કરું છું કે તે મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તા બાદ ઘણી મહિલાઓએ હિમ્મતથી સામે આવી પોતાની સાથે ઘટેલી ઘટનાઓ અંગે વ્યક્ત કર્યું. બે દિવસ પહેલા જ કોરિયોગ્રાફર ફરાહ ખાનના ભાઈ અને ફિલ્મ મેકર સાજિદ ખાનનું નામ પણ સામે આવ્યું છે.

જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાએ સાજિદ ખાન પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન સેક્શુઅલ હૈરસમેન્ટનો આરોપ લગાવ્યા. કરિશ્માએ ટ્વીટ કરીને પણ આ વાત લોકો સામે મુકી છે. તેના બાદ એક્ટ્રેસ સલોની ચોપડાએ પણ સાજિદ ખાન પર શારીરિક શોષણના ગંભીર આરોપો લગાવ્યા, ઉપરાંત અલ્વા એક્ટ્રેસ રૈચલ વાઈટે પણ સાજિદ પર ઘણા આરોપો લગાવ્યા છે.