તુષાર બસિયા / શૈલેષ નાઘેરા (મેરાન્યૂઝ.વેરાવળ): ગીર-સોમનાથ જિલ્લામાં વડાપ્રધાનની મહાત્વાકાંક્ષી યોજના P.M. કિસાન સમ્માન નિધી યોજનામાં કૌભાંડ સામે આવ્યું હતુ. મેરાન્યૂઝ દ્વારા સમગ્ર કૌભાંડની વિગતો એકત્ર કરી તંત્ર સામે મુકવામાં આવી હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને ખેતી-વાડી અધિકારી સહિતના અધિકારીઓએ મૌન સેવ્યું હતું, પરંતુ મેરાન્યૂઝે કૌભાંડનો પર્દાફાશ કરી નાખતા હવે તંત્ર દોડતું થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કૌભાંડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મેરાન્યૂઝના પત્રકારો દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં P.M. કિસાન સમ્માન નિધી યોજનામાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ T.D.O. દ્વારા તપાસના આદેશ થયા હતા. જેમાં સુત્રાપાડા તાલુકામાં હાલ તપાસ ચાલુ જેમાં સુત્રાપાડા તાલુકામાં 13 હજાર ડમી ખેડૂતો સામે આવ્યાનું માહિતી સામે આવે છે જે લગભગ 5.20 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. હજુ પણ પૂર્ણ તપાસ બાદ મોટો આંકડો આવે તેવી સંભાવના છે.


 

 

 

 

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે 80 ટકા ડમી ખેડૂતો સામે આવ્યા છે હજુ તટસ્થ તપાસ થાય તો કરોડો રૂપિયામાં કૌભાંડ સામે આવશે. હાલ તપાસ ચાલુ હોવાથી કોઈ અધિકારી માહિતી નથી આપી રહ્યા પણ હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા હાલ કૌભાંડને લઈને તપાસના આદેશ આપ્યા છે. હવે જોવાનું રહ્યું છે કે જેને ડમી ફ્રોમ ફર્યા અને તેના ખાતામાં 4 હજાર જમા થઈ ગયા છે. તપાસ બાદ સરકાર દ્વારા આ લોકો પાસેથી પરત રૂપિયા લેશે કે પોલીસ ફરિયાદ કરશે એ જોવાનું રહશે. સુત્રાપાડા તાલુકામાં ૧૩ હજાર જેટલા ખેડૂતોએ બાય સેલ દ્વારા ફોર્મ ભર્યું હતું અને તેમના ખાતામાં ફંડ જમા પણ થયું છે.