મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ ટીકટોક પર લોકો પોતાના વીડિયો મુકવામાં ઘણીવાર વિચાર કર્યા વગર આફતને નોંતરી દેતા હોય છે આવા ઘણા વીડિયો આપણે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આપે જોયા જ હશે. આવી જ એક આફત મહેસાણાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર આવી પડી છે. ટીકટોક પર વીડિયો બનાવવો આ મહિલા કોન્સ્ટેબલને ભારે પડ્યો છે અને તેના કારણે હાથમાં સસ્પેન્સનનો ઓર્ડર આવી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના લંકાનાજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી પોતાના ટીકટોક એકાઉન્ટમાં અવારનવાર વીડિયોઝ પોસ્ટ કરે છે અને તે વીડિયોનો શોખ ધરાવે છે. પરંતુ આ વખતે વીડિયો બનાવતા તે જરા બેધ્યાન રહી અને તેમે પોલીસ સ્ટેશનમાં જ લોકઅપની સામે વીડિયો બનાવી દીધો. જેને કારણે શિસ્ત ભંગ મુજબ પગલા લઈ અર્પિતાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જે અંગે ડે. સુપ્રિટેન્ડેટ મંજીતા વણજારાએ કહ્યું હતું કે, અર્પિતા ચૌધરીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પોલીસ સ્ટેશનમાં જ વીડિયો બનાવ્યો અને તેઓ ફરજ સમયે પણ નિયમિત રહેતા ન હતા.