મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: મોબાઈલ યુગમાં હનીટ્રેપના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં હનીટ્રેપના કિસ્સાઓ જોવા મળતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક ઠગ ટોળકી યુવતીઓની મદદ લઇ વેપારીઓ અને ખેડૂતોને હનીટ્રેપમાં ફસાવી લાખ્ખો હજ્જારો રૂપિયાનો તોડ કરી ખીસ્સા ભરી રહ્યા છે. હનીટ્રેપનો ભોગ બનેલ શખ્સ સમાજમાં આબરૂ જવાની બીકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આગળ ન આવતા હોવાથી હનીટ્રેપ ગેંગને ખુલ્લું મેદાન મળી જતું હોય છે. મેહસાણાના એક વેપારીને યુવતીએ મોબાઈલ પર સંપર્ક કરી વાતોમાં લલચાવી શરીરસુખ માણવાની ઓફર કરી ખેતરમાં બોલાવતા વેપારી યુવતીને મળવા ખેતરમાં પહોંચ્યો હતો અને વેપારી યુવતી સાથે પ્રેમલાપમાં મગ્ન બનતાની સાથે હનીટ્રેપ ગેંગ ત્રાટકી વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ત્રણ લાખ રૂપિયા ખખેરવાનો ખેલ શરૂ થતા હનીટ્રેપનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતા વેપારી મહામુસીબતે આ ચુંગાલમાંથી હિંમત કરી હિંમત કરીને પોલીસ સ્ટેશને પહોંચી તેની આપવીતી જણાવી હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઈ છે. 


 

 

 

 

 

પ્રાપ્ત માહીતી, મહેસાણા રહેતા વેપારીના મોબાઈલ ફોન ઉપર અજાણી યુવતીનો ફોન આવે છે. વેપારી યુવતીનો અવાજ સાંભળતાની સાથે મનમાં પ્રેમના અને વાસના અંકુર ફૂટી નીકળ્યા હતા. જયારે યુવતી અને તેના સાગરીતો વેપારી યુવતીએ બિછાવેલ હનીટ્રેપની જાળમાં ફસાતો હોવાનું જણાતા પ્લાન પ્રમાણે વેપારીને ફોન કરી તમે મારી સાથે ખેતરમાં આવશો કે નહીં યુવતીનું આમંત્રણ મળતા અને મીઠી મીઠી વાતોમાં આવી જતા વેપારી ઈચ્છાને વશ થઈ ગયો હતો. યુવતી બીજા દિવસે ફરીથી ફોન કરીને વેપારીને ખેતરમાં શરીર સુખની ઓફર કરે છે. આથી વેપારી યુવતીને મળવા માટે તૈયાર થઈ જાય છે. યુવતીએ આપેલા લોકેશન સુધી વેપારી પહોંચી જાય છે. જ્યાં ખેતરમાં વેપારી અને યુવતી પ્રેમાલાપમાં વ્યસ્ત બની જાય છે. બંનેનો પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં અચાનક બે માણસો આવી ચડે છે અને વેપારીને કહે છે કે, તે યુવતીને બળજબરીથી બોલાવી છે, અમે તારી સામે બળાત્કારની ફરિયાદ કરીશું. તારે બદનામીથી બચવું હોય તો અમને રૂા.૩ લાખ આપી દે. વેપારી સ્થિતિને સમજી જાય છે કે, પોતાની સાથે હનીટ્રેપ થઈ ગઈ છે. આથી ગમે તેમ કરીને ત્યાંથી છટકી જાય છે અને સીધો પોલીસ સ્ટેશન જાય છે. જ્યાં કોમલ પ્રજાપતિ, જયસિંહ ઉર્ફે ભોલુ પ્રહલાદજી ઠાકોર અને અન્ય સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.