મેરાન્યૂઝ નેટવર્ક, મહેસાણા: બેચરાજી મંદિરમાં પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી દ્વારા હિંદી ફિલ્મોના ગીતો પર ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ વીડિયોના રિલ્સ બનાવ્યા હતા. જે રિલ્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા અલ્પિતા ચૌધરી ફરી એક વાર વિવાદમાં આવી હતી. જોકે વીડિયોના સમાચાર વહેતા થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલે અલ્પિતા સામે કડક પગલાં લઇ તેને રાતો રાત સસ્પેન્ડ કરી દીધી છે. આ પહેલા જ કડી પોલીસ સ્ટેશનમાં ટિકટોક પર વીડિયો બનાવવા મામલે તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરી હાલ  મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે ફરજ બજાવે છે. તેણે હાલમાં બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી છે. જોકે ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિઓ બનાવેલા હતા એ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વીડિયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી હતી. તણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વીડિયો બનાવ્યાં નથી. આ મામલે હવે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં હતા. અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં બહુચરાજી મંદિર પરિસરમાં યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત સોંગ પર વીડિયો બનાવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અલ્પિતાએ ટિકટોક માં પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વિડિઓ બનાવતા મામલો ગરમાયો હતો. જોકે એ સમયગાળા દરમિયાન તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેમજ ફરી કોઈ વખત આવી ભૂલ નહિ કરું તેવું જેતે સમયે તેણે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. અલ્પિતાએ ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું.