મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ મહેસાણાના ખેરાલુ ખાતે થયેલા એક માર્ગ અકસ્માતમાં અકસ્માત બાદ કાર સળગી ગઈ હતી અને તે આગમાં બે કિશોરીઓ અને એક વૃદ્ધ મહિલા જીવતા ભડથું થઈ ગયા હતા. આ કારમાં એક દંપત્તિ પણ હતું જેમનો બચાવ થયો છે પરંતુ તેઓ પણ આગમાં દાઝી ગયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનીકોનું માનવું છે કે આ પરિવાર અંબાજીના દર્શન કરવા જતો હતો. અકસ્માત પછી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ટ્રાફીક પણ જામ થઈ જતાં ટ્રાફીક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં લોકો ભડથું થઈ ગયા હોવાની વાત પ્રસરતાં લોકો પણ અહીં ઘટના જોવા દોડી આવ્યા હતા.