મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને આગામી આદેશ સુધી નજરકેદ રાખવામાં આવ્યા છે. ખીણમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા દળોના એક પછી એક એન્કાઉન્ટરની વચ્ચે વહીવટીતંત્રે આ મોટો નિર્ણય લીધો છે.

મહેબૂબ મુફ્તીએ દાવો કર્યો હતો કે સોમવારે હૈદરપોર એન્કાઉન્ટરમાં ત્રણ નાગરિકો માર્યા ગયા છે, તેમણે ત્યાં સુધી જણાવ્યું હતું કે ખીણમાં આતંકવાદના નામે નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સરકાર સેનાની ઉપસ્થિતિ વધારીને જમ્મુ-કાશ્મીરને છાવણીમાં ફેરવવા માંગે છે.

Advertisement


 

 

 

 

 

સરકારે બચાવમાં નિવેદન આપ્યું હતું કે અગાઉ પણ જ્યારે ખીણમાં સુરક્ષાદળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે મુફ્તીએ તેની નિંદા કરી હતી. તેમના નિવેદન પર સરકારે કડક વલણ અપનાવ્યું હતું. હાઉસ અરેસ્ટનો આ નિર્ણય પણ ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં કેન્દ્ર સરકાર પર આવા આરોપો લગાવ્યા હતા.

સોમવારે જ્યારે હૈદારપોર એન્કાઉન્ટરમાં કેટલાક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, ત્યારે મુફ્તીએ જણાવ્યું હતું કે કોઈને ખબર નથી કે ખીણમાં આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે કે નાગરિકોને ? મહેબૂબા મુફ્તીએ આજે​ તેમના જમ્મુ સ્થિત કાર્યાલયમાં એક રેલીને સંબોધિત કરી હતી. ત્યાં તેમણે પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો. તેમના કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહેબૂબા મુફ્તી કેન્દ્ર પર ઘણા ગંભીર આરોપો લગાવી રહી હતી. વિવાદિત નિવેદનોના કારણે મુફ્તીની મુસીબત વધી છે, અગાઉ પણ મહેબૂબા આવા જ મોટા વિવાદમાં સપાડાયા હતા, જ્યારે તેમણે T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરીઓને સમર્થન આપ્યું હતું.

ત્યારબાદ મુફ્તીએ એક ટ્વિટ કરીને લોકોને વિરાટ કોહલી પાસેથી શીખવાની સલાહ આપી હતી. કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવામાં આવે છે તો આટલો ગુસ્સો કેમ ?ભાજપે તેમના આ નિવેદન પર ભારે હંગામો મચાવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

હવે નવા વિવાદાસ્પદ નિવેદનો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મનોજ સિંહાએ જણાવ્યું છે કે, કેટલાક લોકો ખીણની સ્થિતિ બગાડવાનું કામ કરે છે. તેમણે દરેકને ખાતરી આપી હતી કે આવતા બે વર્ષમાં ખીણને આતંકવાદ મુક્ત બનાવવામાં આવશે. આતંકનો સફાયો કરી દેવામાં આવશે, ખીણમાં અનેક એન્કાઉન્ટર અને આતંકીઓના હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી એક બેઠક યોજી હતી. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ, કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ અને બીએસએફના ટોચના અધિકારી સામેલ થયા હતા.

કશ્મીરમાં આજે સુરક્ષાદળોએ ગોપાલપુરા અને પોમ્બેમાં ઓપરેશનમાં 5 આતંકીઓને ઠાર મરાયા હતા. તે સિવાય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના આતંકીઓ ને પુલવામામાં થી પકડ્યા હતા.

(સંપાદન- મહેશ ઠાકર)