મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ ઉનાળો શરૂ થયા બાદ રાજ્યમાં આગની અનેક ઘટનાઓ સામે આવી જેમાં સુરત ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી  ઘટનાએ તો રાજ્ય સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો, આવી જ વધુ એક દર્દનાક, રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટના અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં બની હતી. જેમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા મકાનમાં રહેલી બે વૃધ્ધા મહિલાઓ જીવતી ભૂંજાઈ જતા અરેરાટી ફેલાઈ હતી. આગમાં તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી. બે આદિવાસી વૃદ્ધ મહિલાઓ મકાનમાં લાગેલી આગમાં લપેટાઈ મોત નિપજતા આદિવાસી સમાજ અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અને આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી. આગ લાગી તે સમયે મકાનમાં મેઘરજ પંચાલ ગામે મકાનમાં આગ લાગતા મરણ જનાર મહિલા બંને વૃદ્ધ મહિલાઓ સગી બહેન હતી. ૧) ખાત્રી બેન થાના ભાઈ કલાસાવા (ઉં.વર્ષ-૭૫) અને ગુલાબબેન થાના ભાઈ કલાસાવા (ઉં.વર્ષ-૭૦) બે સગ્ગી વૃદ્ધ આદિવાસી મહિલાઓ હતી બંને વૃદ્ધ મહિલાઓના આગમાં બળી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. આગની ઘટનાને પગલે દોડી આવેલા ગ્રામજનો મકાનમાં લાગેલી વિકરાળ આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. તેમ છતાં આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવવામાં નિસહાય બની રહેતા લાચારી અનુભવી હતી. પંચાલ ગામે આગ લાગતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા આગ પ્રસરતા અટકતા વધુ જાનહાની અને નુકશાની અટકી હતી.