મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન રાજ્યને સરહદને અડીને આવેલ ઉન્ડવા,સરથીણા,કાલિયાકુવા,હિંમતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી મેઘરજ પોલીસની રહેમ નજર હેઠળ રાજસ્થાનમાંથી મૌટાપાયે ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્થૌ ગુજરાતનના અલગ અલગ સ્થળે પહોંચાડાતો હોવાનો પર્દાફાશ સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમે કરી મોટા પ્રમાણમાં દારુના જથ્થા અને બે વેભવી કાર સાથે રૂ.૧૩૫૮૫૩૦ નો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

મેઘરજ તાલુકો રાજસ્થાન સરહદને અડીને આવેલ તાલુકો હોવાથી ગુજરાતના બોર્ડરથી રાજસ્થાન રાજ્યમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો નાના મોટા વાહનો ધ્વારા ગુજરાતના અમદાવાદ,નડીયાદ,આણંદ,કપડવંજ બાલાસીનોર અને નરોડા જેવા વિસ્તારોમાં લઈ જવાતો હોવાની ગેરકાયદેસર દારુની બુટલેગરોની લાઈનનો પર્દાફાશ થતા સ્થાનિક પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે જેમાં મેઘરજ તાલુકાના સરહદી વીસ્તારોમાંથી તેમજ સરથુણાથી મોટાપાયે વિદેશી દારુનો જથ્થો કેટલાક ઈસમો ધ્વારા અમદાવાદ પહોંચાડાતો હોવાની બાતમી સ્ટેટ વીજીલન્સ ટીમ ગાંધીનગરને મળતા સ્ટેટ વીજીલન્સ ટીમ ગાંધીનગરના પો.સ.ઈ એચ.વી.ચૌધરી સહીતના સ્ટાફે માલપુરના હમીરપુર પાસે વાંચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ગાડીને આડી કરી ઉભી રાખી તપાસ કરતા ગાડીમાંથી પ્રોહીબીશન મુદ્દામાલ મળી આવ્યો ન હતો.

અને ચાલકની પુછપરછ કરતા ડ્રાયવરે પોતાનુ નામ નિર્ભયસિંહ ભીમસિંહ રાજપુતે અને બાજુમાં બેઠેલ ઈસમનુ નામ લક્ષ્મણસિંહ રાજપુત હૌવાનુ જણાવેલ અને તેઓને દારુની ગાડી વીશે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે અમોએ એક બ્રેજા અને એક ક્રેટા કાર પરસોડા પાસે ઉભી રખાવેલ છે જે બાબતે પોલીસે ડસ્ટર કાર અને ખાનગી કારથી પરસોડા પાસે ઉભી બ્રેજા અને તેનાથી થૌડે દુર ક્રેટા ગાડી ઉભેલ હતી જેથી સ્ટેટ વીજીલન્સની ખાનગી કારે બ્રેજાની બાજુમાં ટેકઓપ કરતા દારૂ ભરેલી બ્રેજા કારનો ચાલક દારૂ ભરેલી કાર લઈને મેઘરજ તરફ ભાગવા લાગ્યો હતો.

તે દરમિયાન પટેલઢુંઢા ચોકડી પાસે બ્રેજા કારમાં ટેક્નીકલ ખામી સર્જાતા કાર બંધ પડી જતા ચાલક કાર મુકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો અને પોલીસે ગાડીને કબ્જે લઈ મેઘરજ પોલીસ મથકે લાવી બ્રેજા કારમાંથી દારૂની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ નંગ.૧૦૧૪ કીંમત રૂ.૧,૭૭,૧૨૦ ની કીંમતનો મોટા પ્રમાણમાં વિદેશી દારુ મળી આવ્યો હતો તેમજ બ્રેજા કાર નં.GJ 1 RS 4595 કીંમત રૂ.૬૦૦૦૦૦ તેમજ પાયલોટીંગ કરતી ડસ્ટર કાર નં.GJ12 BR 3162 કીંમત રૂ.૬૦૦૦૦૦ તેમજ બે મોબાઈલ કિંમત રૂ.૪૫૦૦ તથા રોકડ કરમ રૂ.૧૬,૯૧૦ મળી કુલ રૂ.૧૩૫૮૫૩૦ ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમ ડ્રાયવર નિર્ભયસિંહ ભીમસિંહ રાજપુત તથા બાજુમાં બેસેલ લક્ષ્મણસિંહ ગવરસિંહ રાજપુત આ બંને ઈસમોને દબોચી લઈ દારૂની લાઈને ચલાવનાર અને બ્રેજા કાર મુકીને ફરાર થઈ જનાર ડ્રાયવર નિર્ભયસિંગ ભવાનિસિંગ રાજપુત રહે.બસ્સી તા.સલુમ્બર રાજસ્થાન,ક્રેટા ગાડીનો ફરાર ડ્રાયવર ઈશ્વરસિંહ ભગતસિંહ રાજપુત રહે.દવાણા,તા.સરાડા ડુંગરપુળ રાજસ્થાન તેમજ સરથુણા ઠેકા પરથી દારુનો જથ્થો ભરી આપનાર અને દારુનો ગેરકાયદેસર વેપાર કરી અમદાવાદ મોકલનાર રૂપસિંગ ઉર્ફે પીન્ટુસિંહ તેમજ દારુ મંગાવનાર રાજુ નામના શખ્સો વિરૂધ્ધ સ્ટેટ વિજીલન્સ ટીમના પો.સ.ઈ વી.એન.ચૌધરીએ મેઘરજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારુનો મસમોટો જથ્થો ઝડપાતા તેમજ મેઘરજના પાંડરવાસ નજીક સરકારી ક્વાટર્સ પાસે દેશી દારુ વેચાતો હોવાનો વીડિયો શોશ્યલ મીડીયામાં વાયરલ થતા મેઘરજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.