મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે. રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સગીર-સગીરા ઉંમરના હિસાબે જીંદગી ક્યાં લઈ જાય છે તેનું ભાન ભૂલી એકબીજા સાથે જીવવા મરવાની કસમનો વાયદો કરી બેઠ્યાં હોય તેમ ઘરેથી બાઈક પર નવી જીંદગીની તલાશમાં ભટકી ગયા હતા. મેઘરજ પોલીસ ઉંડવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન બાઈક પર પસાર થઇ રહેલ સગીર-સગીરાને અટકાવી પૂછપરછ કરતા બંને ઘરેથી પ્રેમના રંગમાં રંગાઈ ભાગી છૂટ્યા હોવાનું જણાવતા મેઘરજ પોલીસે સગીર-સગીરાને લઈને પોલીસસ્ટેશન પહોંચી સગીર-સગીરાના પરિવારને જાણ કરતા તાબડતોડ મેઘરજ પોલીસ સ્ટેશન પહોંચી સગીર યુવક- યુવતીને-સોંપી દીધા હતા પરિવારજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજકાલ ફિલ્મો અને સિરિયલ માં આવતી નટીઓ ને જોઈને તેનું આંધળું અનુકરણ કરી કહેવાતા પ્રેમ માં પડી કાચી ઉંમર ની છોકરીઓ હાથે કરીને પોતાનું જીવન બરબાદ કરતી હોવાના કિસ્સા વધી રહ્યા છે. સગીર યુવતીઓને તેમના પ્રેમીઓએ તરછોડી દીધી હોવાની સાથે દુષ્કર્મનો ભોગ પણ બનતી હોય છે અને અંધકારમય દુનિયામાં ગરકવા થઈ જતી હોય છે.
 
રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારની સગીરા તેના સગીર મિત્રના પ્રેમમાં ગળાડૂબ બની હતી. સગીરા બે દિવસ અગાઉ ટ્યુશન જવા ઘરેથી નીકળ્યા બાદ સગીર યુવક પ્રેમી સાથે બાઈક પર નવી જીંદગીની શોધમાં બાઈક પર નીકળી પડ્યા હતા. સગીરા ટ્યુશનનો સમય પૂર્ણ થયાના કલાકો બાદ પણ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. બીજીબાજુ સગીર-સગીરા રાજસ્થાનમાં પરિવારજનોના હાથે પકડાઈ જવાની બીકે બાઈક લઈ ગુજરાતમાં ઉંડાવા સરહદ પરથી પ્રવેશતા ઉંડવા સરહદ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓએ સગીર યુવક-યુવતી અટકાવી પૂછપરછ કરતા બંનેંને ગભરાઈ જતા આ અંગેની જાણ મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીને કરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે સ્થળ પર પહોંચી સગીર-સગીરાને પોલીસસ્ટેશને લઇ આવી કાયદાની સમજ સાથે સાંત્વના આપી સગીર સગીરાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો મેઘરજ પોલીસ સ્ટેશને તાબડતોડ પહોંચી પરત લઇ ગયા હતા અને મેઘરજ પોલીસની કામગીરીની સરાહના કરી હતી.