મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં કેટલાક શખ્શો ગેરકાયદેસર હથિયાર રાખી રોફ જમાવતા હોવાની સાથે ખેતરમાં ભેલાણ કરતા વન્ય પ્રાણીઓને ભડાકે પણ દેતા હોય છે હજુ પણ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશુ-પક્ષીના શિકાર માટે લોકો વગર લાયસન્સની પિસ્તોલ અને તમંચાનો ઉપયોગ કરી રહ્યા છે મેઘરજ તાલુકાના મોટી પંડુલી ગામનો આધેડ ધુળેટીના દિવસે લાયસન્સ વગરની બંદૂક સાથે દારૂ પીધેલી હાલતમાં આરસીસી રોડ પર ચાલતો ચાલતો પડી જતા સાથે રહેલી બંદુકમાંથી મીસ ફાયર થતા શખ્સને પોતાનાજ કમરમાં બંદૂકનો છરો વાગતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન આધેડનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.

મોટીપંડુલી ગામના કમાભાઈ સોમાભાઈ ડામોર ધુળેટીના દિવસેદારૂનો નશો કરેલ હાલતમાં લાઈસન્સ વગરની બંદુક લઈને બફોરના ત્રણેક વાગ્યે જાહેર માર્ગ ઉપર નીકળી પડ્યા હતા તે દરમિયાન આ શખ્સનો પગ અચાનક લપસી જતા લોડ કરેલ બંદુકમાંથી ફાયર થઈ જતા આ શખ્સને પોતાનાજ કમરમાં બંદુકની ગોળીનો છરો વાગતા નશાયુક્ત શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક ગોળીનો છરો વાગેલ ઈસમને મેઘરજ સીવીલમાં ખસેડાયો હતો જ્યાં ઈસમ કમાભાઈ સોમાભાઈ ડામોર ઉ.વ.૫૫ નુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ આ આ અંગે મૃતકના પુત્ર ઈશ્વરભાઈ કમાભાઈએ ઇસરી પોલીસ મથકે કરતા ઈસરી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.