મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : મેઘરજ તાલુકાના કંભરોડા ગામનો એક પરિવાર લુણાવાડા સબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રીના સુમારે રિક્ષામાં પરત ફરી રહ્યો હતો. પરિવાર લગ્નપ્રસંગના હર્ષોલ્લાસની વાતો કરતો માલપુરના સોનીકપુર પાસે પહોંચ્યો હતો ત્યાં કાળમુખી ડમ્પરે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રાત્રીના સુમારે અકસ્માતની ઘાટનાને પગલે રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. 

Advertisement


 

 

 

 

 

મેઘરજ તાલુકાના કંભરોડા ગામના વિજપડા લવજી હરી  રિક્ષામાં પરીવાર સાથે લુણાવાડા સબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા લગ્ન પ્રસંગમાં હાજરી આપી રિક્ષામાં પરત કંભરોડા આવી રહ્યા હતા ત્યારે  માલપુરના સોનીકપુર નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક ભાવેશભાઇ રતિભાઇ વિજપડા,લવજીભાઇ હરીભાઇ વિજપડા,દેવલબેન લવજીભાઇ વિજપડા,અનિલભાઇ લવજીભાઇ વિજપડા,કાંહ્યાભાઇ ઉદાભાઇ વિજપડા અને કાંહ્યાભાઇ વિજપડા તમામ (રહે કંભરોડા તા.મેઘરજ) ને શરીરે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે માલપુરથી મોડાસા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં ભાવેશભાઇ રતિભાઇ વિજપડા (ઉ.વર્ષ.૨૫)નું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોડાસાથી હિંમતનગરસિવિલ ખાતે ખસેડાયા હતા જ્યાં હિંમતનગરની સિવિલ ખાતે અનિલ લવજી વિજપડા (ઉ.વર્ષ.૧૩)નુ મોત નીપજ્યુ હતું. જ્યારે દેવલબેન લવજીભાઇ કાંહ્યાભાઇ ઉદાભાઇ અને નાનીબેન કાંહ્યાભાઇને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે ઘટના અંગે બિજલ શના વિજપડા (રહે.કંભરોડા)એ ડમ્પર ચાલક વિરૂધ્ધ માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.