મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી ખાતે એક વીજળી પડવાની ઘટના બની છે.  આજે કડાકા ભડાકા સાથે અહીં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં લોકોમાં ખુશીનું મોજું હતું. વરસાદમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. વીજળી પડવાને કારણે ઘણાઓએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. હાલમાં મેઘરજ ખાતે પડેલા વરસાદને પગલે એક ઝાડ પર વીજળી પડી હતી. વીજળી પડતાં જ ઝાડમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ત્યાં હાજર વ્યક્તિએ તેને કેમેરામાં કંડારી હતી. જે વીડિયો અહીં દર્શાવ્યો છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક પલટો આવતા જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર, મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ભારે પવન અને ગાજવીજ સાથે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા શહેરમાં સૌથી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, શહેરના ચાર રસ્તા,બસ સ્ટેશન, ડીપ સહિતના વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા હતા જેના લીધે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા જ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાતા તંત્રની નબળી કામગીરી છતી થઇ હતી મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ ઘટતી હતી. 

        મોડાસા શહેરના સતત વાહનોથી અને રાહદારીઓથી ધમધમતા બસ સ્ટેન્ડ પાછળ અજન્ટા કોમ્પ્લેક્ષ સામે રહેલી વીજડીપીમાં કરંટ ઉતરતા રખડતા પશુનું મોત નીપજ્યું હતું વીજડીપીની આજુબાજુમાં મોટા પ્રમાણમાં વાહનચાલકો તેમના વાહન પાર કરતાં હોય છે સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી જાનહાની ટળી હતી અન્ય એક વીજડીપી માથી કરંટ ઉતરતા ગાયનું મોત નીપજ્યું હતું મંગવારે સવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મોડાસા શહેરમાં 44 એમ.એમ, માલપુરમાં ૨૩ એમ.એમ મેઘરજમાં 10 એમ. એમ., ધનસુરામાં 9 એમ. એમ. જ્યારે ભિલોડામાં 3 એમ. એમ. વરસાદ વરસ્યો હતો.  મોડાસા નગરપાલિકા તંત્ર ની વિકાસની ગુલબાંગોને પહેલા જ વરસાદે પોલ ખોલી નાખી હતી મોડાસા શહેરમાં વહેલી સવારે ૧ કલાકમાં ખાબકેલા ૨ ઇંચ જેટલા વરસાદે પ્રિમોન્સુન પ્લાન ધરાશાયી કરી દીધો હતો શહેરમાં મુખ્યમાર્ગ પર પાણી ફરી વળ્યાં હતા 

મેઘરજના ઓઢા ગામે ઝાડ પર વીજળી પડતાં  ઝાડ ભડભડ સળગ્યું

        અરવલ્લી જિલ્લામાં મંગળવારે વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા ગણતરીની મિનિટોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની સાથે વીજળીના ચમકારાઓએ ભયનો માહોલ સર્જ્યો હતો મેઘરજના ઓઢા-કસાણા ગામે રહેણાંક વિસ્તાર નજીક આવેલા ખેતરમાં ઉભા ઝાડ પર વીજળી પડતા ઝાડ ભડભડ સળગી ઉઠ્યું હતું સદ્નસીબે વીજળી ખુલ્લા ખેતરમાં ત્રાટકતા જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો