મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ અરવલ્લી જીલ્લામાં તબીબો સાથે દર્દીઓના સગા-સબંધી દ્વારા  ગેરકાયદેસર વર્તન કરવામાં આવતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે મેઘરજ સ્થિત આવેલી જલારામ હોસ્પિટલના ટ્રસ્ટીને માતાની સારવાર કરાવવા આવેલા એક શખ્સે લાફો ઝીંકી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી હતી. નગરની હોસ્પિટલનો સ્ટાફ બેવડાઓના બખેડા સામે સુરક્ષિત ન હોવાની ફફડાટ ભરી લાગણી પ્રસરતાં આવા હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.

મેઘરજની જલારામ હોસ્પિટલમાં ગત બુધવારના રોજ એક શખ્સ તેની માતાની જરૂરી સારવાર માટે આવ્યો હતો.અગમ્ય કારણોસર આ શખ્શે ફરજ ઉપરના સ્ટાફ કર્મીઓ અને ર્ડાકટર સાથે બિભત્સ વર્તન કરી ગાળો બોલી તમાશો કરી રહયો હોઈ સ્ટાફ કર્મીએ હોસ્પિટલના  ટ્રસ્ટી અભિષેકભાઈ પટેલને ટેલિફોનથી જાણ કરી હતી. હોસ્પિટલમાં હોબાળો મચ્યો હોવાની જાણ થતાં જ ટ્રસ્ટી સત્વરે રાત્રે જ હોસ્પિટલે દોડી આવ્યા હતા.અને બબાલ મચાવી રહેલા શખ્સ પાસે જઈ શું થયું? શું તકલીફ છે ? એમ પૂછતાં આ શખ્શ એકાએક ઉશ્કેરાઈ આ હોસ્પિટલના ટ્રસ્ટી અભિષેકભાઈ પટેલ ઉપર હુમલો કરી તમાચો ઝીંકી દીધો હતો.

Advertisement


 

 

 

 

 

ગાળો ભાંડી રહેલો આ શખ્સ તેની માતાને લઈ હોસ્પિટલમાંથી ચાલી જતાં પહેલા આ ટ્રસ્ટીને મારી નાખવાની ધમકી આપી જતાં સ્ટાફ સહિત ટ્રસ્ટી પરિવારમાં ફફડાટ ફેલાયો હતો.