મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજ: અરવલ્લીની ગીરીમાળાઓમાં દીપડાઓનો વસવાટ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ગિરિમાળાઓની તળેટી નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ પર ત્રાટકી પશુઓનું મારણ કરી મિજબાની કરી હોવાની અનેક ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ત્યારે મેઘરજના કુંભેરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાએ ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે લોકો રાત્રીએ ઘરમાથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખેડૂતો અને નાગરિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે તપાસ હાથધરી જંગલી પ્રાણીને પાંજરે પુરવા તજવીજ હાથધરી હતી.

મેઘરજના કુભેરા પંથકમાં હિંસક પ્રાણી છેલ્લા ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારોમાં વરંડા કે ઘર આગળ બાંધેલા ત્રણ બકરાનું મારણ કરતા લોકોમાં હિંસક પ્રાણી દીપડો હોવાની બૂમો ઉઠી રહી છે ખેડૂતો સંધ્યાકાળ પછી ખેતરમાં ખેતીક કામ માટે જતાં પણ અચકાય છે તો વહેલી તકે વનવિભાગના અધિકારીઓ દિપડાને પાંજરે પુરી પ્રજાને ભયમુક્તિ કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.