મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજ: મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલ ટેટુના આધારે મૃતક યુવક રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર ખાતુભાઇ મનાતની હોવાનું ખુલ્યું હતું તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આગા-પાછી કરતા શરૂઆત થીજ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા આજ કડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માટે મહત્વની સાબિત થયી હતી અને યુવકની હત્યા કરનાર તેના જ બે સગ્ગા ભાઈઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી પોલીસતંત્રએ હત્યારાઓને શોધવા વિવિધ ટિમો બનાવી બાતમીદારો સાથે રાખી સઘન તપાસ હાથધરાતા મૃતક યુવકની હત્યા તેની માતાની અંતિમક્રિયામાં ન બોલાવતા થયેલી બબાલમાં તેના બે સગ્ગા ભાઈ પ્રકાશ અને પારસે બબાલ કરી પ્રકાશે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી બે દિવસ ઘરે મૂકી રાખ્યા પછી હત્યાનું પાપ છુપાવવા રાજસ્થાનને અડીને આવેલ મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ચાદર વીંટાળી બાઈક પર લઈ આવી નાખી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થતા બંને ભાઈઓને દબોચી લઈ સઘન પૂછપરછ કરતા તેમની માતાના અંતિમક્રિયાની ઈશ્વરને  જાણ ન કરતા અને અગાઉ થયેલ ઘરકંકાસમાં હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરતા બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું હતું.

રાજસ્થાનના ખરપાડા ગામમાં રહેતા ત્રણ ભાઈઓ માંથી ઈશ્વર ખાતુંભાઈ મનાત તેના ભાઈઓ સાથે ઘરકંકાસ થતા તેની સાસરીમાં રહેતો હતો ૧ ફેબ્રુઆરીએ તેની માતા હાજુંબેન માનસિક રીતે બીમાર હોવાથી અગમ્ય કારણોસર સળગી મરણ જતા તેના ભાઈ પ્રકાશ ખાતુભાઇ મનાત અને પારસ ખાતુભાઇ મનાતે ઈશ્વરભાઈને જાણ કર્યા વગર અંતિમક્રિયા કરી દેતા તેની માતાના મોતના સમાચાર મળતા તેના વતન ખરપાડા ઘરે પહોંચ્યો હતો અને તેના બંને ભાઈઓને ઠપકો આપતા ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને ભાઈઓએ માથાકૂટ કરતા ઈશ્વર સાથે મારઝૂડ કરી પ્રકાશે ઈશ્વરના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઈ  ઈશ્વરની હત્યા કરી દીધી હતી અને માતાનું મરણ થયેલ હોવાથી લોકોની અવર-જવર રહેતા બે દિવસ ઘર નજીક ઢાળિયામાં ઈશ્વરની લાશને સંતાડી રાખી મોકો મળતા રાત્રીના સુમારે બંને ભાઈઓ ઈશ્વરની લાશને ચાદરમાં વીંટાળી બાઈક પર મૂકી મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ફેંકી દીધી હતી પરંતુ આખરે પાપ છાપરે ચઢીને પોકારે તેમ તેમના ભાઈની લાશને ઓળખવાની આનાકાની કરવાનું ભારે પડી ગયું હોય તેમ શંકાના દાયરામાં આવી જતા હત્યાનો ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી હતી.