મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ગુંડાગર્દી,અપહરણ અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ઉણી ઉતરી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામ નજીક હીરાટીમ્બા ચોકડી નજીકથી ૧૪ વર્ષીય સગીરા તેની બહેનપણીઓ સાથે ચાલતી પસાર થતા બાઈક પર ત્રણ શખ્શો પહોંચી સગીરાનો અપહરણનો પ્રયાસ કરતા સગીરા ગભરાઈ બુમાબુમ કરતા એક નજીકમાંથી પસાર થતા રાહદારીએ સગીરાને અપહરકારોના ચુંગાલ માંથી છોડાવતા અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહેતા ત્રણે શખ્શોએ રાહદારીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા અપહરણની ઘટનાના પગલે મેઘરજ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મેઘરજના રાજપુર (કેનાલ) ગામની ૧૪ વર્ષીય સગીરા તેની બહેનપણીઓ સાથે બાંઠીવાડા ગામ નજીક હીરાટીમ્બા ચોકડી નજીકથી ચાલતી ચાલતી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર ૧)વાઘાભાઈ હુરમાભાઈ ડામોર ,૨)શનાભાઈ હીરાભાઈ ડામોર અને ૩)નરસિંહભાઈ નામના ત્રણ શખ્શો ધસી આવી વાઘા હુરમા ડામોર નામના શખ્શે સગીરાને મારે તને બયરી બનાવવી છે કહી બળજબરી પૂર્વક અપહરણનો પ્રયત્ન કરતા સગીરા અને સાથે રહેલી બહેનપણીઓએ બચવા માટે બુમાબુમ કરતા નજીકમાંથી પસાર થતા મોહનભાઇ રૂપાભાઇ ડામોર નામના રાહદારી દોડી આવી સગીરાનું બાઈક પર થતું અપહરણ અટકાવતા બાઈક પર આવેલા ત્રણે શખ્શોએ મોહનભાઇ રૂપાભાઇ ડામોરને જાનથી મારી  નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.

મેઘરજ પોલીસે ૧૪ વર્ષીય સગીરાની ફરિયાદના આધારે  વાઘાભાઈ હુરમાભાઈ ડામોર ,૨)શનાભાઈ હીરાભાઈ ડામોર અને ૩)નરસિંહભાઈ (ત્રણે રહે,રાયવાડા, તા-મેઘરજ ) વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ત્રણે શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.