મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે હવે કસાઈઓ પણ આ માર્ગે વિવિધ નાના-મોટા વાહનો મારફતે પશુઓને કતલખાને ઘુસાડી રહ્યા છે મેઘરજ પોલીસે ૩૧ ડીસેમ્બર અંતર્ગત રાજસ્થાન તરફથી વાહનોનું હાઈવે અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરતાં પંચાલ રોડ પરથી શંકાસ્પદ ઝડપે પસાર થતા બે પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા ૧૨ ભેંસ મુશ્કેટાટ હાલતમાં બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે રાણાસૈયદના ૩ અને ચાંદટેકરીના ૧ કસાઈને  ૯.૬૪ લાખ મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકી અને તેમની ટીમે મેઘરજ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધર્યું હતું ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા બે મહિન્દ્રા પીકઅપ ડાલા (ગાડી.નં-GJ 31T 2363 અને 1777) ને અટકાવી તલાસી લેતા બંને પીકઅપ ડાલામાંથી મુશ્કેટાટ હાલતમાં બાંધેલ અને ઘાસચારા કે પાણીની સગવડ વગર કણસતી ૧૨ ભેંસ કતલખાને ધકેલાતા બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપી ૧)હુસેન હસન મુલતાની ,૨)શાહીલ સેરખા મુલતાની ,૩)સાકિત બફાતી મુલતાની (ત્રણે રહે,રાણાસૈયદ) અને ચાંદટેકરીના ૪)સોકત કાદર મુલતાનીને ઝડપી પાડી ભેંસ-૧૨,મોબાઈલ, રોકડ રકમ અને પીકઅપ ડાલા-૨ મળી કુલ રૂ.૯૬૪૮૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય કસાઇઓ વિરુદ્ધ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.