મેરાન્યૂઝ નેટવર્ક.કેરળઃ પોતાના કુદરતી સૌદર્ય માટે જાણિતું કેરળ હાલ એક મોટી દૂર્ઘટનાનો સામનો કરી રહ્યું છે. કેરળના ઈડુક્કી જિલ્લામાં રાજમાલા વિસ્તારમાં એક ભયાનક ઘટના ઘટી છેો. રાજ્યમાં થઈ રહેલા સતત વરસાદને પગલે આ વિસ્તારમાં શુક્રવારે ભૂસ્ખલન થઈ ગયું હતું. આ ઘટનામાં ઘણા શ્રમિકો ગુમ થઈ ગયા છે. ઘટનાસ્થળ પર રાહત કાર્ય ચાલું છે. હજુ સુધી પાંચ મજુરોની લાશો કાઢી શકાઈ છે જ્યારે દસને જીવતા કઢાયા છે. આ વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. હારત કાર્ય માટે ઘણી ટીમ લાગી ગઈ છે. (video અંતમાં દર્શાવ્યા છે)

જે જગ્યા પર ભૂસ્ખલન થયું છે ત્યાં ચાના બગીચામાં કામ કરતાં મજુરો શેલ્ટર બનાવીને રહેતા હતા. અહીં મજુરોની લગભગ મોટી કોલોની વસતી હતી. લેન્ડ સ્લાઈડ પછી અહીં કાટમાળ શેલ્ટર હાઉસના ઉપર પડ્યો અને બધા દટાઈ ગયા. કહેવાઈ રહ્યું છે કે મોટાભાગે તમિલનાડુના રહેવાસીઓ હતા અને અહીં રહીને મજુરી કામ કરતાં હતા.

પુલ તૂટી ગયો જેથી રેસ્ક્યૂ કરવામાં આવી રહી છે મુશ્કેલી

જે વિસ્તારમાં લેન્ડ સ્લાઈડિંગ થયું ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં મુશકેલીઓ પડી રહી છે. કહેવાઈ રહ્યું છે કે એક દિવસ પહેલા પેરિયાવાડા વિસ્તારમાં અસ્થાઈ પુલ પુરના કારણે વહી ગયો હતો જેને કારણે આ વિસ્તારની કનેક્ટિવીટી તૂટી ગઈ છે.

15 એમ્બ્યૂલન્સ સ્થળ પર મોકલાઈ

કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે એક મોબાઈલ મેડિકલ ટીમ અને 15 એમ્બ્યૂલન્સને ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. રાજમાલામાં ભૂસ્ખલનના પીડિતોને બચાવવા માટે ખાસ દળ તૈનાત કરાયું છે. પોલીસ, ફાયર, વન અને રાજસ્વ અધિકારીઓને પણ બચાવ અભિયાન તેજ કરવા નિર્દેશ અપાયા છે.

રેડ એલર્ટ

ઉત્તરી કેરળમાં ભારે વરસાદ થયો જેને પગલે વાયનાડ અને ઈડુકી જિલ્લાઓના માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. ત્યાં જ ચેલિયાર નદી ઉફનાનથી નીલાંબુર શહેરમાં પુર આવી ગયું છે. શુક્રવારે મલપ્પુરમ જિલ્લાના માટે રેડ એલર્ટ જાહેર કરાયો હતો. ઉપરાંત અર્નાકુલમ, ઈડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ સહિતના નવ જિલ્લાઓમાં નવ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

જુઓ આ Videos