મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ સુપરસ્ટાર કમલ હસનની ફિલ્મના સેટ પર ભયાનક દુર્ઘટના બની છે. ચેન્નઈની ઇવીપી સ્ટુડિયોમાં ક્રેન ક્રેશ થવાને પગલે ઘણાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અહેવાલો અનુસાર, એક ક્રેન ક્રેશ થવાને કારણે ત્રણ વ્યક્તિના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અહેવાલો અનુસાર, કમલ હસન હોસ્પિટલ મુસાફરોના લોકો હાલચાલ પુછ્યા છે. તે એ સમયે લોકેશન પર હાજર હતા જ્યારે આ દુર્ઘટના બની હતી.

મરવા વાળા લોકોના નામ મધુ અને ચંદ્રન છે. મધુ ૨૯ વર્ષના હતા અને ચંદ્રનની ઉંમર ૬૦ વર્ષની હતી. આ ઉપરાંત એક આસીસ્ટન્ટ ડાયરેક્ટર કૃષ્ણાની પણ આ ઘટનામાં મોત થઈ ગઈ છે. કૃષ્ણા હજુ ફક્ત ૩૪ વર્ષના હતા. જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે ફિલ્મ ઈન્ડિયન ૨ની શૂટિંગ ઈવીપી એસ્ટેટ સ્પોટ પર ચાલી રહી હતી. સૂત્રો કહે છે કે આ ઘટના ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે અંદાજીત ૯.૩૦ કલાકના અરસામાં બની હતી.

ઉલ્લેખનીય છે કે કમલ હસનની આ છેલ્લી ફિલ્મ હોઈ શકે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તે હવે એક્ટિંગ છોડી રહ્યા છે. એવું તે પોલિટિક્સના કારણે કરી રહ્યા ચે. તે બંને કામ એક સાથે કરી શકતા નથી અને હવે ફક્ત રાજનીતિ પર તે ફોકસ કરવા માગે છે. તેથી તેમણે આ નિર્ણય લીધો છે. તે જ કારણથી ક્યાસ લગાવાઈ રહ્યો છે કે આ કમલ હસનની અંતિમ ફિલ્મ હોઈ શકે છે.