મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આતંકનો સૌદાગર મસૂદ અઝહરનું પાકિસ્તાની આર્મીની ઈસ્લામા બાદની હોસ્પિટલમાં મોત થયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાન સરકાર અને સાનાએ પણ મસૂદ અઝહરની મોત પર મોંઢા સીવી લીધા છે. જોકે સૂત્રોના હવાલેથી મસૂદ અઝહરની મોતની જાણકારીનું ખંડન થઈ રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, મસૂદ અઝહર જીવતો છે, પરંતુ તેની તબીયત નાજુક છે. તેની લિવર કેન્સરની સારવાર ચાલી રહી છે. તે પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મૌલાના મસૂદ અઝહરના બીમાર હોવાનો દાવો કર્યો હતો.

આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો મુખ્ય ચહેરો મૌલાના મસૂદ અઝહરના મોતની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટના અનુસાર 2 માર્ચે આતંકનો સૌદાગર મસૂદ અઝહરની પાકિસ્તાની આર્મીની ઈસ્લામાબાદ સ્થિત હોસ્પિટલમાં મોત થયું છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પાકિસ્તાન સરકાર અને સેનાએ પણ મસૂદના મોતની માહિતી અંગે મોંઢા સીવી લીધા છે. જોકે સૂત્રોનું કહેવું છે કે મસૂદ હજુ પણ જીવે છે, પણ તેની તબીયત નાજુક છે. તેની લિવરના કેન્સરની સારવાર ચાલી રહી છે.

મસૂદ અઝહર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની નજર હેઠળ છે. જૈશ એ મહોમ્મદએ પણ મસૂદ અઝહરની મોતની કોઈ પૃષ્ટી હજુ કરી નથી. તે પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મસૂદના બિમાર હોવાની બાબતનો દાવો કર્યો હતો. તેવામાં મસૂદ અઝહરના મોતની માહિતી બહાર આવતા સોશ્યલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે. હાલમાં જ બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઈકમાં પણ તેના મોતની આશંકાઓ દર્શાવાઈ હતી.

ત્યાં, લોકો સહિત તજજ્ઞો પણ અઝહરના મોતની માહિતીને પાકિસ્તાનની જ એક ચાલ હોવાનું માની રહ્યા છે. આપને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદથી ભારત સહિતના ઘણા દેશોમાં જૈશ એ મહોમ્મદ અને તેના અગ્રણી પર કાર્યવાહી કરવાનું પાકિસ્તાન પર જબરજસ્ત પ્રેશર છે. માનવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દબાણોથી બચવા માટે પાકિસ્તાને મસૂદના મોતની અફવા ઉડાવી છે.

હાલ ટ્વીટર પર મસૂદ અઝહરની મોતની માહિતી ટ્રેન્ડીંગમાં છે. લોકો તે સમાચારને ખુબ ટ્વીટ અને રિટ્વીટ કરી રહ્યા છે.