મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં છેતરપિંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સમયની સાથે ચોરોએ પણ પોતાની ચોરી કરવાની રીત બદલી છે. ડિજિટલ ઇન્ડિયામાં ચોર પણ હવે ડિજિટલ બની ગયા છે. નવા નવા માધ્યમથી હવે ચોર લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઓનલાઇન ફ્રોડ કરતા થઈ ગયા છે. અમદાવાદમાં માસ્ક બનાવતી એક કંપનીના મલિક સાથે એડવાન્સ પેમેન્ટના નામે એક વ્યક્તિએ ૧૧,૨૦,૦૦૦ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી છે.

અમદાવાદના બાપુનગરમાં રહેતા તરંગ સાવલિયા હેતવી મેડિટેક્સ નામની કંપની ચલાવે છે જેમાં તેમણે માસ્ક બનાવીને વેચવાનું કામ કરે છે. કોરોના કાળમાં માસ્કની માંગ મોટા પ્રમાણમાં વધી ગઈ હોવાથી તેમને માસ્ક બનાવવા માટે મટીરીયલની જરૂર વધી ગઈ હતી. જેના કારણે મટીરીયલ માટે તરંગભાઈએ ઓનલાઈન તાપસ કરીને ફાયબર વેબ ઇન્ડિયા નામની કંપનીનો સંપર્ક કર્યો હતો. ફાયબર વેબ ઇન્ડિયા કંપનીના સેલ્સ મેનેજર મુકેશ પંડ્યા સાથે સંપર્ક કરીને તેમણે પોતાની કંપની માટે ૧ ટન મટીરીયલનો ઓર્ડર આપ્યો હતો.

Advertisement


 

 

 

 

 

ઓર્ડર આપ્યા બાદ મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે મટીરીયલનું પેમેન્ટ પૂરું એડવાન્સમાં આપવાનું રહેશે. તરંગભાઈને માટીરીયલની જરીરીયાત હોવાને કારણે તેમણે ફાયબર વેબ ઇન્ડિયા કંપનીના મેઈલ આઈડી પરથી આવેલા ઇનવોઇસમાં આપેલા આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાં ૧૧,૨૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મુકેશ પંડ્યાએ પૈસા મળ્યા છે કે નહીં તેનો જવાબ બીજા દિવસે આપવા જણાવ્યું હતું.

બીજા દિવસે મુકેશ પંડ્યાએ તરંગભાઈને જણાવ્યું કે તેમનું આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ જ નથી મને પૈસા મળ્યા નથી. જ્યારે તરંગભાઈએ ફાયબર વેબ ઇન્ડિયા કંપનીના મેઇલમાં આવેલા એકાઉન્ટમાં જ પૈસા ટ્રાન્સફર કર્યા હતા જેના કારણે તરંગભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં મુકેશ પંડ્યા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ કેમમાં આગળની તાપસ બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ગઢવી કરી રહ્યા છે.