મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીના સામે ભારતિય પ્રતિસ્પર્ધા પંચ (સીસીઆઈ)એ 200 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે કંપની પર આ દંડ પ્રતિસ્પર્ધા-વિરોધી કાર્યપ્રણાલીના કામ કરવાના કારણે લગાવવામાં આવ્યો છે. નિયામકએ પોતાની તપાસમાં મેળવ્યું કે મારુતિ સુઝુકિ ઈન્ડિયા લિમિટેડએ પોતાના ડીલર્સની સાથે સમજૂતિ કરી હતી જે અંતર્ગત તેમણે ગ્રાહકોને કંપની દ્વારા નક્કી કરાયેલી છૂટથી વધુ ડિસ્કાઉન્ટ આપવાથી રોકવામાં આવ્યા હતા. સીસીઆઈએ આ અનુચિત વેપાર વ્યવહાર હોવાનું ઠેરવ્યું હતું.

સીસીઆઈએ 2019માં આ મામલામાં તપાસ બેસાડી હતી. આ આદેશ ડિલર્સના સાથે સાથે રીસેલ પ્રાઈમ મેંટેનેંસ એરેન્જમેન્ટના કથિત આરોપના મામલામાં આપવામાં આવ્યો હતો. રીસેલ પ્રાઈઝ મેંટેનેંસ ખરીદ્દાર અને વિક્રેતાના વચ્ચે કરાયેલી વ્યવસ્થાને કહે છે. તેમાં રીસેલ કિંમત વિક્રેતા નક્કી કરે છે.

Advertisement


 

 

 

 

 

ન્યૂઝ એજન્સી રોયટર્સના મુજબ, મારુતી સુઝુકી પર કાર વેચતા સમયે વિમા યોજનાઓ સૂચવવાનો આરોપ લગાવાયો હતો, જેનાથી ગ્રાહકોને બજારમાં ઉપલબ્ધ વિકલ્પોની તુલનામાં વધુ પ્રીમિયમ ચુકવવાનું રહેતું હતું. આ ઉપરાંત ડિલર્સના તરફથી મારુતિ સુઝુકી પર આરોપ લગાવાયો હતો કે કંપનીએ તેમને ગ્રાહકોને વધુ છૂટ આપવાની પરવાનગી આપી ન્હોતી.

રિપોર્ટ મુજબ, સીસીઆઈએ માન્યું કે મારુતિ સુઝુકીના ડિલર્સને ગ્રાહકોને અપાતી છૂટને સીમિત કરવા પર મજબુર કરી દેવાયા હતા, જે થકી ડિલર્સ અને કંપની વચ્ચે સ્પર્ધા ખત્મ કરવાના પ્રયત્નો કરાયા હતા, જેથી ઓછી કિંમત પર કાર ખરીદવાના પ્રયત્નોમાં લાગેલા ગ્રાહકોને પણ નુકસાન થયું હતું.

તપાસ બાદ જાહેર કરાયેલા પોતાના આદેશમાં સીસીઆઈએ મારુતીને સખ્ત ચેતાવણી આપી દીધી છે અને તેને આવું કામ કરવાની રીતથી દુર રહેવાનું કહ્યું છે. હાલ આ મામલા પર મારુતિએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.