મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી :દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન  ઓળખવામાં આવે છે. જેમાં એક બીજાને જીવનભરના વચનો આપે છે. પરંતુ ઘણી વખત લગ્નમાં બનતી ઘટનાઓ હાસ્યમાં ફેરવાય જાય છે. આવો જ એક લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

લગ્નમાં અમુક વખત એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઈ જતી હોય છે જે જોઈને હાસ્ય રોકી શકાતું નથી. તેવામાં ઇનસ્ટાગ્રામ પર નિરંજન મહાપાત્ર નામ યુવકે રીલ્સ વિડ્યો મૂક્યો હતો. જેમાં લગ્ન દરમિયાન યુવક મંડપ મૂકીને ભાગતા જોવા મળે છે. 

Advertisement


 

 

 

 

 

લગ્ન દરમિયાન યુવતીને સિંદુર પુરવાનો સમય આવે છે ત્યારે વરરાજા જેવો સિંદુર લગાવવા જાય છે એટલામાં યુવતી અચાનક જ જમીન પર ઢળી પડે છે. જે જોઈને વરરાજા આશ્ચર્ય થઈ જાય છે અને જોશથી વરમાળા અને સાફો કાઢીને ભાગવા વાળી કરે છે. તેની આજુ બાજુ ઊભેલી સ્ત્રીઓએ તેનો હાથ પકડીને રોકી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વરરાજા જેમ તેમ કરી પોતાને છોડાવી ભાગી જાય છે.  સ્થળ પર જે બન્યું તેની હજી સુધી પુષ્ટિ થઈ નથી. ઇનસ્ટાગ્રામ પર આ વિડ્યોને પંદર હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

(અહેવાલ સહાભાર- જયંત દાફડા )