પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત સરકાર જેની ઉપર ખોટા દસ્તાવેજનો આરોપ મુકી રહી છે તેવા ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફને ગુજરાત સરકારના ટોચના નેતાઓ અને સનદી અધિકારીઓ સાધે ઘરોબો છે તે દર્શાવવા માટે અમે મંજુલા શ્રોફ ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસમાં  ડિરેકટર હોવાનું જણાવ્યું હતું. જો કે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ચુપકીદી દાખવી હતી. મંજુલા શ્રોફ જે ગુજરાત ગેસમાં ડિકેરટર છે તે કંપનીના ચેરમેન મુખ્ય સચિવ પોતે હોદ્દાની રૂએ હોય છે.

જો કે meranews.com દ્વારા મંજુલા શ્રોફના આ સરકારી હોદ્દા અંગે ઘટસ્ફોટ કર્યા પછી સરકાર ચુપ રહી હતી પણ સરકારને ખ્યાલ આવી ગયો હતો કે આ મોટી ગરબડ થઈ છે, સરકારના ઉચ્ચ સુત્રો દ્વારા આ વાત ખાનગી રહે અને મંજુલા શ્રોફ ડિરેકટરમાથી નિકળી જાય તેવું થયું હતું. જેના આધારે સરકારે તેમને ડિરેકટર તરીકે હટાવે તે કરતા મંજુલા શ્રોફ ડિરેકટર તરીકે રાજીનામુ આપે તેવી સૂચના આપવામાં આવી હતી. જેના પગલે તા 23 નવેમ્બરના રોજ મંજુલા શ્રોફ દ્વારા પોતાનું રાજીનામુ કંપનીના ચેરમેન અને મુખ્ય સચિવને મોકલી આપવામાં આવ્યું હતું, અત્રે ઉલ્લેખનિય છે કે તા 23મી નવેમ્બરના રોજ જે એન સિંગ મુખ્ય સચિવ હતા.

અમને મળેલા એક દસ્તાવેજ પ્રમાણે ગુજરાત ગેસ કંપની સેક્રેટરી રાજેશ્વરી શર્માએ સેબીને તા 25 નવેમ્બર જાણ કરી મંજુલા શ્રોફ સમય આપી શકે તેમ નથી. જેના કારણે તેઓ રાજીનામુ આપી રહ્યા છે.