પ્રશાંત દયાળ (મેરાન્યુઝ.અમદાવાદ): ગુજરાત સરકાર સાથે મંજુલા શ્રોફના સારા સંબંધ હતા ત્યારે ગુજરાત સરકારે પોતાાની કંપની ગુજરાત ગેસમાં તેમને ડીરેકટર બનાવ્યા હતા, ગુજરાત ગેસ કંપનીના ચેરમેન પજે હોદ્દાની રૂએ હવે અનિલ મુકીમ છે, હજી થોડા દિવસ પહેલા જ મંજુલા શ્રોફ સામે ખુદ ગુજરાત સરકારે જ ખોટા દસ્તાવેજ બનાવવાની ફરિયાદ નોંધાવી છે, જયારે ગુજરાત સરકાર જ માને છે કે મંજુલા શ્રોફ આરોપી છે, આમ છતાં ગુજરાત ગેસના ડીરેકટર તરીકે તેઓ હજી પણ યથાવત છે, પુર્વ મુખ્ય સચિવ જે એન સિંગની ઈચ્છા હોત તો તેઓ જતા પહેલા મંજુલા શ્રોફને સરકારી કંપનીમાંથી હટાવી ચુકયા હોત પણ તેવુ તેમણે આશ્ચર્ય વચ્ચે કઈ કર્યુ નહીં.

વિવિધ સરકારી કંપનીમાં ડીરેકટર મુકવાનો રાજય અને કેન્દ્ર સરકારને અધિકાર છે ડીરેકટર તરીકે મંજુુલા શ્રોફને મુકવામાં આવ્યા તેમાં કઈ ખોટુ નથી, પરંતુ જયારે ડીપીએસ સ્કુલના મામલે ગુજરાત સરકારની ખોટી એનઓસી બનાવવાનો તેમની સામે આરોપ નોંધાઈ ચુકયો છે અને કોર્ટમાં હવે પોલીસ અને શિક્ષણ વિભાગ મંજુલા શ્રોફ વિરૂધ્ધ પુરાવા રજુ કરી રહ્યુ છે ત્યારે પણ મંજુલા શ્રોફ ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસમાં ડીરેકટર તરીકે યથાવત છે, આ જ પ્રકારના આરોપ જો ભાજપના કોઈ કાર્યકર ઉપર લાગ્યો હોત તો સરકાર તેમને પદની સાથે ભાજપમાંથી પણ હકાલપટ્ટી કરતી પણ મંજુલા શ્રોફ હજી પણ ડીરેકટર હોવાનો અર્થ સરકારમાં તેમના આકાઓ તેમને હજી મદદ કરી રહ્યા છે.