મેરાન્યૂઝ નેટવર્ક.ચીનઃ ડ્રાઈવિંગ લાઈસન્સ, જોઈએ છે. તો ભાઈ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવી પડશે. ચીનમાં એક શખ્સે એક વિચિત્ર કામ કર્યું છે. પરંતુ તે ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ ગયા પછી કર્યું છે. ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કર્યા પછી તેણે દસ મિનિટમાં જે કર્યું તેના કારણે તેને ટેસ્ટમાંથી ફેલ તો કરવો જ પડે. લોકો તેની ડ્રાઈવિંગ સ્કિલ પર આવા જ ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. મેટ્રો યૂકે ના જણાવ્યા મુજબ આ ઘટના ચીનના પ્રાંત Guizhouમાં સ્થિત Laoping Bridgeની નજીક બની છે. જ્યાં શખ્સ ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કર્યા પછી પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તેનું ધ્યાન ભટક્યું અને તે ગાડીને લઈને નદીમાં પડ્યો.

આ નવા નિશાળિયા ડ્રાઈવરનું નામ ઝૂહાંગ હોવાનું કહેવાય છે. તેણે કહ્યું કે, તે ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ પર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કર્યાના કોંગ્રેચ્યૂલેશન્સ વાળા મેસેજ વાંચવામાં લાગી ગયો હતો. આ જ ચક્કરમાં તેનું ધ્યાન ભટક્યું અને ગાડીનું સ્ટિયરિંગ પુલની બહારની તરફ ફરી ગયું અને તે ગાડી લઈને નદીમાં પડી ગયો હતો.

વાયરલ ક્લિપમાં સાફ દેખાય છે કે ઝૂહાગ પોતાની સફેદ કારમાં પુલથી પસાર થઈ રહ્યો છે. તેની સામે કેટલાક લોકો પણ છે. આ દરમિયાન તે ડાબી બાજુ વળાવી દે છે અને ગાડી નડીમાં જતી રહે છે. જોકે, ઝૂહાંગ પોતાને કારમાંથી બહાર નિકાળવામાં સફળ રહે છે. તે કહે છે કે, જ્યારે હું ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે તે મોબાઈલ પર કેટલાક મેસેજ વાંચવાના પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન પુલ પસ સામેથી કેટલાક લોકો પણ આવી રહ્યા હતા. હું ડરી ગયો અને એકદમથી લેફ્ટ ટર્ન લઈ લીધો હતો.

તેણે કહ્યું કે, હું નસીબદાર છું કે કાર થોડી વાર સુધી પાણીમાં તરતી રહી. હું કારનો દરવાજો ખોલી શક્તો ન હતો. તેવામાં બીજી તરફવાળા દરવાજા પર જોરથી લાત મારીને હું બહાર નિકળ્યો છું. જો હું તે ન કરતો તો કદાચ કારથી જીવતો બહાર ન આવી શક્યો હોત. તે પછી સ્થાનીક લોકોએ તેને સુરક્ષીત બહાર કાઢ્યો હતો. તેને સુકા કપડા પણ આપ્યા હતા.