મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી:  સાપ અને એક વ્યક્તિનો વીડિયો ટ્વિટર પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં ખરેખર શું થઈ રહ્યું છે તે વિશે કોઈને ખબર નથી. પરંતુ લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિનું સ્થાન બીજું કોઈ લેવાની ઇચ્છા નહીં કરે. વીડિયોમાં એક વ્યક્તિ ઢાળની પાસે ઉભો છે અને પાણીમાં તરતા સાપને પકડીને તેને ઢાળ પર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે પાછળથી એક અજગર લપસીને આવી જાય છે અને વ્યક્તિ ડરી જાય છે અને પાણીમાં કૂદી જાય છે. આ વિડિઓ એકદમ ખતરનાક (Shocking Video) છે.

20-સેકંડની વિડિઓમાં, જોઈ શકાય છે કે ત્યાં  કાળા રંગ નો ઢોળાવ છે એક વ્યક્તિ ઉભો છે. તેની બાજુમાં એક સાપ છે જે પાણીમાં જવાનો પ્રયત્ન કરે છે. જેવો તે પાણીમાં જવાનો પ્રયત્ન કરે છે, તો વ્યક્તિ તેને પાણીમાંથી કાઢી તેને ઢાળ પર મૂકે છે. પછી ત્યારે પાછળથી એક મોટો અજગર ઉપરથી સરકતો આવે છે. વ્યક્તિ તેને જોઈને ગભરાઈ જાય છે અને પાણીમાં કૂદી જાય છે. તે બંનેથી બચવા માટે સખત પ્રયત્ન કરે છે.


 

 

 

 

 

'The Unexplained' નામના યુઝરે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. જેના અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ વખત  જોવાઈ ચૂક્યા છે. આ વિડિઓ રેડિટ પર શેર કર્યો છે. સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, 'સાપ જોડે ક્યારેય પંગો ન લેવો જોઈએ.'