મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા હાલમાં મેટ્રોમાં ભીડ હોતી નથી, જેને કારણે સીટ મળવી એટલી પણ મુશ્કેલ નથી હોતી. પરંતુ આ પહેલા તો લોકોને મેટ્રોમાં સીટ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, કે પછી કલાકો ઊભા રહીને સફર કરવો પડતો હોય છે. તેવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે ભીડથી ભરેલી મેટ્રોમાં પણ પોતાની બેસવાની જગ્યાનો જુગાડ કરી જ લેતા હોય છે.

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે એક શખ્સે બેસવાની સીટ ન મળતાં કાંઈક એવી હરકત કરી કે જેનાથી બધા લોકો સીટ ખાલી કરી ત્યાંથી ઊભા થઈ ગયા, વીડિયો આપ ખુદ જ જુઓ જેમાં એક શખ્સ મેટ્રોમાં વચ્ચે ઊભો છે અને અચાનક તે જોત જોતામાં જ મોબાઈલની જેમ વાઈબ્રેટ થવા લાગે છે, જાણે કે વાઈ આવી હોય. તેને આ રીતે હલતો જોઈ ત્યાં બેઠેલા લોકો ડરી જાય છે અને ત્યાંથી પોતાની સીટ ઝોડી તુરંત ઊભા થઈ જાય છે. સીટ ખાલી મળતાં શખ્સ ત્યાં બેસી જાય છે અને પછી ફરી તે થોડીવાર વાઈ જેવા નખરા કરે છે.

Advertisement


 

 

 

 

 

લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર ટ્યૂબ ઈંડિયન નામના એકાઉન્ટથી શેર કરાયો છે. વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે, તેમાં કમેન્ટ્સ પણ મજેદાર આવ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ભરેલી મેટ્રોમાં સીટ મેળવવા માટે યુવકે લગાવ્યો જુગાડ.