મેરાન્યૂઝ નેટવર્ક નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર ઘણીવાર એક થી એક ચડિયાતા  મજેદાર વીડિયો આવે છે. કેટલીક વિડિઓઝ એવા હોય છે કે લોકો તેમને જોયા પછી હસવાનું રોકી સકતા નથી. એવામાં , કેટલીક વિડિઓઝ છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ. આવો જ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેના પછી તમે તમારું હાસ્ય રોકી નહીં શકો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ પાણીથી ભરેલા રસ્તા પર મોબાઈલ માં જોતો જોતો મસ્તી થી જઈ રહ્યો છે. તે થોડે દૂર જતાં તે વ્યક્તિ અચાનક ઊંડા ખાડામાં પડી જાય છે. પરંતુ આ સમય દરમિયાન પણ તે પોતાના કરતા વધુ પોતાનો મોબાઇલ બચાવવાનો પ્રયત્ન કરે છે. લોકો આ વિડિઓનો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને આ વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


 

 

 

 

 

આ વિડિઓ જોયા પછી, આપણા બધાને એ પણ શીખવા મળે છે કે જ્યારે તમે રસ્તામાં ક્યાંક જતા હોવ, પછી ભલે ચાલીને અથવા ગાડી પર જાવ, તો તમારે મોબાઈલ પર વાત ન કરવી જોઈએ અને મોબાઇલ જોવો જોઈએ નહીં. કારણ કે આમ કરવું કોઈ પણ માટે જોખમી સાબિત થઈ શકે છે. મોબાઈલને લગતી આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધુ પ્રકાશમાં આવી રહી છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.