મેરાન્યૂઝ નેટવર્ક.માલપુર: ગાંધીના ગુજરાતમાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાની બૂમો અનેકવાર ઉઠી છે અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ખુદ પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો સાથે ઘરાબો ધરાવતા હોવાનું પોલીસવડાને ધ્યાને આવતા સસ્પેન્ડ કરી દેતા હોવાથી આવા લોભિયા અને લાલચુ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે માલપુર પોલીસે ઉભરાણ ગામમાં વિદેશી દારૂનો વેપલો કરનાર રાકેશ ચીમન જયસ્વાલના ઘરે ત્રાટકી ૪૮ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની શખ્ત કાર્યવાહી હાથધરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ઉભરાણ પંથકમાં પેટ્રોલીંગ દરમિયાન પીઆઈ એફ.એલ.રાઠોડને ઉભારણ ગામમાં રાકેશ જયસ્વાલ નામનો શખ્સ ઘરે જ વિદેશી દારૂ લાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ બુટલેગર રાકેશ જયસ્વાલના ઘરે રેડ કરી ઝડપી પાડી ઘરમાં રાખેલી ક્વાંટરીયા-ટીન નંગ-૪૮ કીં.રૂ.૪૯૫૦/- નો જથ્થો જપ્ત કરી રાકેશ જયસ્વાલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.