મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કૉરોનાની મહામારીમાં પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતા કૉરોના વૉરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું  જાયન્ટ્સ ગૃપ માલપુર અને જાયન્ટ્સ સહિયર દ્વારા રક્ષેશ્વર મહાદેવ ખાતે કૉરોના વાઇરસના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ડૉક્ટર્સ, નર્સ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકારોને મૉમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. રક્ષેશ્વર મહાદેવ મંદિરના હૉલ ખાતે આોજિત કાર્યક્રમમાં જાયન્ટ્સ માલપુરના પ્રમુખ રમેશ સોની, જાયન્ટ્સ ઝોન એકના જાયરેક્ટર વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, હાલાજી વણઝારા,રમણભાઈ પટેલ,અતુલ સુથાર, ચંદ્રેશ ભાટિયા સહિયરના પ્રીતિબેન સોની,દક્ષાબા,ઉર્વશીબેન ભાટિયા,ઝોન પ્રમુખ નિલેશ જોશી,જાયન્ટસ મોડાસાના પ્રમુખ નરેન્દ્ર પટેલ,મંત્રી પ્રવીણ પરમાર , માલપુર-મોડાસા જાયન્ટ્સ પરિવારના સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લૉક ડાઉનના અમલ  તેમજ છલ્લા છ મહિનાથી કૉરોના વૉરિયર્સ તરીકે કામ કરતા લોકોને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.