મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: રાજ્યમાં સફાઈ કામદારો માટે હક્કની લડાઈ લડનારા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત થોડા વર્ષ અગાઉ ગુજરાતમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓને તામ્ર પત્ર પર લખી પદયાત્રા યોજી દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવા અને ન્યાયની માંગ માટે પહોંચ્યા હતા. પરંતુ વડાપ્રધાનને મળવા ન મળતા તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આવેદનપત્ર આપી પરત ફર્યા હતા ત્યારે તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરોક્ષ કોપી હોય તેવો ચહેરો ધરાવતા કર્ણાટકના સદાનંદ નાયક માલપુર તાલુકામાં ભાજપના ઉમેદવારો માટે  પ્રચાર અર્થે લાવીને લોકોમાં અને મતદારોમાં આકર્ષણ ઉભું કર્યું હતું અને જંગી જીત પણ મેળવી હતી. વડાપ્રધાંન મોદીના હમશકલ સદાનંદ નાયકને માલપુરના સફાઈ કામદારોએ આવેદનપત્ર આપી તેમની પડતર માંગણીઓ સાથેનું આવેદનપત્ર વડાપ્રધાન મોદી સુધી પહોંચે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
 
ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત હંમેશા સફાઈ કામદારોની પડતર માંગણીઓ હોય કે પછી નોકરીમાં અન્યાય થતો હોય તંત્રને જગાડવા અને સફાઈ કામદારોને ન્યાય અપાવાવ આશ્ચર્યજનક રીતે વિરોધ નોંધાવતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદી સુધી સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓ અને સમસ્યાને ન્યાય અપનાવા અનોખો માર્ગ અપનાવી અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા સદાનંદ નાયકને આવેદનપત્ર આપી આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા નમ્ર અપીલ કરી હતી. જેમાં સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ, કોન્ટ્રાક પધ્ધતિમાં થતું શોષણ થતું બંધ કરવામાં આવેની માંગ કરી હતી.