મેરાન્યૂઝ નેટવર્ક.માલપુર: કોરોના મહામારીમાં વિશ્વની તસવીર બદલી ગઈ છે. આર્થિક મુશ્કેલીઓ બેરોજગારીએ લોકોને ખોટા પગલાં ભરવા માટે મજબૂર કર્યા છે રાજ્યમાં કોરોનાના કારણે ધંધા રોજગાર તેમજ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નોકરી ગુમાવતા અને ધંધા રોજગાર ઠપ થતા લોકોની આર્થિક પરિસ્થિતિ પર ભારે અસર પડી રહી છે. જેના કારણે રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી થતા અનેક લોકો આત્મહત્યા કરવા મજબુર બની આપઘાત કરી લીધાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે આવેલ ખેતીવાડી ઉતપન્ન બજારમાં વર્ષોથી મજૂરી કરી રહેલા સ્થાનિક મજૂરોના બદલે ટેકાના ભાવે ખરીદીમાં એજન્સી દ્વારા બહારથી મજૂરો લાવવાની હિલચાલ થતા સ્થાનિક શ્રમિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ અંગે માલપુર ઉત્પ્પન બજાર સમિતિના ચેરમેન,માલપુર ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર આપી સ્થાનિક શ્રમિકોને રોજગારી આપવામાં આવેની માંગ કરી હતી.

માલપુરના યુવાન અગ્રણી લાલજી ભગતની આગેવાની હેઠળ માલપુર માર્કેટયાર્ડમાં મજૂરી કરી પેટિયું રળતા ૭૦ જેટલા શ્રમીકોએ ટેકાના ભાવે ખરીદી કરતી એજન્સી માર્કેટયાર્ડમાં વર્ષોથી મજૂરી કરતા સ્થાનિક મજૂરોને મજૂરી કામકાજ અર્થે પ્રાથમિકતા આપે તેવી માંગ કરી હતી સ્થાનિક શ્રમિકોના જણાવ્યા અનુસાર ટેકના ભાવે ખરીદી કરતી એજન્સી બહારથી મજૂરીકામ માટે બહારથી શ્રમિકો લાવવાની તજવીજ હાથધરી હોવાની માહિતી મળતા જેનો ઉગ્ર વિરોધ કરી સ્થાનિક શ્રમિકોને રોજગારી આપવામાં આવેની માંગ સાથે મામલતદાર, ખેતીવાડી ચેરમેન,સેક્રેટરી અને માલપુરના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હોવાનું જણાવ્યું હતું