મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોનાના સંક્રમણમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દીધા બાદ તહેવારોમાં ધીરે ધીરે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવા મંજૂરી આપવામાં આવી રહી છે ગુજરાતમાં નવરાત્રી અને ઉત્તરાયણની ઉજવણી ભારે રંગે ચંગે થતી હોય છે બંને તહેવારની ઉજવણી લઈને સમગ્ર વિશ્વમાં ગુજરાતને અલગ ઓળખ આપી છે લોકો બંને તહેવાર ભારે ધામધૂમ મસ્તી અને છૂટથી ઉજવણી કરતા હોય છે કોરોનામાં તહેવારોની મજા મરી ગઈ છે ત્યારે ઉત્તરાયણ પર્વને  લઈને  અરવલ્લી પોલીસે જાહેરામું બહાર પાડ્યું છે.જેમાં લોકોએ તેમના ઘાબા પર બહારના વ્યક્તિને પ્રવેશ આપવા પર પાબંધી લગાવી દીધી છે 

જાહેરનામાના ઉલ્લંઘન બદલ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે

આ ઉપરાંત માસ્ક  વગર પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર રાખવું પડશે. જાહેરનામાના ઉલ્લંઘન બદલ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા પ્રમાણે ધાબા પર સોસાયટીના રહીશો સિવાય બહારના લોકોને પ્રવેશ આપવા પર સોસાયટીના ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો ધાબા પર કે મકાન પર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવતા પકડાશો તો કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધાબા પર સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર રાખવુ પડશે અને નિયમો ભંગ કરના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરાયણને લઈને અરવલ્લી પોલીસનું જાહેરનામા પર એક નજર

૧) જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર પતંગ ન ચગાવવા

૨) ઉજવણી સમયે સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં પરિવારના અંગત સભ્યો જ હાજર રહે

૩) ફ્લેટ, એપાર્ટમેન્ટ કે મકાનની અગાશી પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવું,અગાશી પર મર્યાદિત લોકો હાજર રહી શકશે

૪) સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં બહારના લોકોને પ્રવેશ ન આપો

શરતોનો ભંગ થશે તો સેક્રેટરી કે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે

મકાન, ફ્લેટની અગાશી, સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે કે મ્યુઝિક સિસ્ટમ વગાડવા નહીં

૫) ૬૫ વર્ષથી વધુ વયના, અન્ય રોગથી પીડાતા, સગર્ભા મહિલા, ૧૦ વર્ષથી નાના બાળકો ઘરમાં રહે

૬) સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો, ચિત્રો પતંગ પર લખવા કે દોરવા નહીં

૭) ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક દોરી, માંજા પાયેલી અને પ્લાસ્ટિકની દોરી પર રોક