પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.મહુવા): કુષ્ણ અંગે મોરારીબાપુએ કરેલી ટીપ્પણીનો  વિવાદ થતાં દીલગીરી વ્યકત કરવા દ્વારકા પહોચેલા મોરારીબાપુ સાથે ભાજપના પુર્વ ધારાસભ્ય પભુમા માણેકે કરેલા દુરવ્યવહારના પડધા સમગ્ર રાજયમાં પડયા છે, આ મામલે હવે પભુબા માણેક માફી માંગે  તેવી માંગ મહુવાથી ઉઠી છે  જેના અનુલક્ષમાં શનિવારના રોજ સમગ્ર મહુવાએ બાપુની તરફેણમાં મહુવામાં સજ્જડ બંધ પાળ્યો છે હિરા બજાર સહિત માકેર્ટીંગ યાર્ડ પણ બંધ રહ્યુ છે, મહુવામાં સાધુ સમાજે  રેલી પણ કાઢી હતી આ મામલે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએએ ઘટનાને નિંદા  કરી હતી, આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રવકતા ભરત પંડયાએ  મોરારીબાપુને મળવા તલગાજરડા જઈ રહ્યા છે.  
 
મોરારીબાપુએ કુષ્ણ અને બલરામ અંંગે કરેલી ટીપ્પણી બાદ ખાસ કરી આહિર સમાજ નારાજ થયો હતો અને મામલે વિવાદ વધતા મોરારીબાપુએ વિવાદનને ઠારવા દ્વારકામાં જઈ દ્વારકાધીશ અને લોકોની માફી માંગવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે બાપુ દ્વારકા ગયા હતા જયા બાપુ હતા તે રૂમમાં પભુબા માણેક ધસી આવ્યા હતા જાણે તેઓ બાપુ ઉપર હુમલો કરવાના હોય પણ જો કે ત્યાં હાજર સાંસદ પુનમ માડમ અને અન્ય લોકોએ પભુબાને રોકી લીધા હતા પણ ત્યારે તેમણે બાપુ સાથે દુર વ્યવહાર કર્યો હતો આ મામલના પડધા સમગ્ર ગુજરાતમાં પડયા છે,જો કે બાપુએ હું માફી માંગનાર અને આપનારનું છે તેવુ કહી વિવાદ અટકાવવાનો પ્રયાસ કર્યો છે.
 
પણ આ મામલે હવે મોરારીબાપુના સમર્થકોમાં આક્રોશ છે  તેમની માગણી છે કે પભુબા સામે ગુનો નોંધાય અને તેઓ તલગાજરા આવી બાપુની માફીની માંગે જેના અનુલક્ષમાં મહુવામાં બંધ પાળવામાં આવ્યો હતો અને રેલી નિકળી હતી,જો કે આ મામલો આગળ વધે નહીં તે દિશામાં પ્રયાસ કરવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રવકતા ભરત પંડયા મહુવા અને તલગાજરડા  પહોંચી રહ્યા છે  જાણકારી મળી રહી છે રવિવાર સાંજ સુધી ભાજપ દ્વારા પભુબાને ફરજ પાડવામાં આવશે અને પભુબા બાપુની માફી માંગી વાતનો અંત લાવશે.