મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગતિશીલ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોવાની બૂમો વારંવાર ઉઠતી રહી છે ખેડા જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાંટો માંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો સતત ઉઠી રહી છે  કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ ખુદ કોન્ટ્રાકટર બની બેઠા છે ત્યારે મહુધા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયાએ ચાર્જ સંભળાતાની સાથે ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓના પેટમાં તેલ રેડાતા શરૂઆતમાં કેટલાક સરપંચોએ ટીડીઓ મનમાની કરતા હોવાની અને રાજીનામાં આપી દેવાના ચીમકી ઉચ્ચારી બાનમાં લેવાનો *પ્રયત્ન* કર્યો હતો પણ કારી ફાવી ન હતી ત્યારે ફરીથી મહુધા તાલુકામાં કહેવતા જનપ્રતિનિધિઓએ જીલ્લા વિકાસ અધિકારીને ટીડીઓ મનમાની કરતા હોવાની અને તેમની માનીતી એજન્સીઓને કામ આપતા હોવાનો આક્ષેપ સાથે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સિંઘમ અને સ્વચ્છ છબી ધરાવતા ટીડીઓ કાજલ *આંબલિયા* એ કહેવતા જનપ્રતિનિધિઓના ચિઠ્ઠા ખોલી નાખતા છોભીલા પડી ગયા છે.

ખેડા જીલ્લા અધિકારી અને એડિશનલ કલેકટરને મહુધા તાલુકાના કહેવાતા જનપ્રતિનિધિઓએ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયા મનમાની કરતા હોવાની સાથે સત્તાના દુરુપયોગ કરતા હોવાનું આવેદનપત્ર આપ્યું હતું ત્યારે તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ આ કહેવાતા જનપ્રતિનિધિઓને તાબે નહીં થવા હુંકાર કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિ નહીં ચલાવવામાં આવેનું જણાવી આવેદનપત્ર આપવા પહોંચેલા મોટા ભાગના લોક સેવકોના ચિઠ્ઠા ખોલી નાખ્યા હતા જેમાં આવેદનપત્ર આપનાર મોટા ભાગના મહિલા સરપંચના પતિ હોવાનું અને કોન્ટ્રાકટર બની બેઠા હતા કે પછી તેમના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટનો ખોટો ઉપયોગ કરતા હોવાથી તેમની સામે નિયમ મુજબ કામગીરી કરતા અને એક જીલ્લા પંચાયત મહિલા સદસ્યના પતિ હોવાનું અને વિકાસના કામોમાં મલાઈ તારાવવાનું બંધ થતા કોન્ટ્રાક્ટરો હોવાનું નામજોગ જણાવ્યું હતું.

મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયા સામે આવેદનપત્ર આપતા આવેદનપત્ર આપનાર લોકો સામે સોશ્યલ મીડિયામાં લોકોએ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર સ્વચ્છ છબી અને સાચા અર્થમાં વિકાસના કામો પ્રજા સુધી ઝડપથી પહોંચે અને લોકો સુખાકારી બને તેવા અધિકારીની પડખે ઉભું રહે છે કે પછી આવા કહેવાતા લોક સેવકોના તાબે થશે સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.