મેરાન્યૂઝ નેટવર્ક.મહીસાગરઃ અનેકવાર હોસ્પિટલની બેદરકારીના લીધે દર્દીઓના મોત થતાં હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ૨૦૧૧માં ખેડા જિલ્લામાં બન્યો હતો. બાલાસિનોરની KGM જનરલ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવેલા યુવકનું હોસ્પિટલની બેદરકારીને કારણે મોત નિપજ્યું હતું. જોકે પરિવારે હોસ્પિટલ સામે મોરચો માંડીને ગ્રાહક કોર્ટનો સહારો લીધો હતો. ત્યારે આજે કોર્ટએ ૧ લાખ વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કર્યો છે. તે પણ નવ વર્ષના વ્યાજ સાથે.

ખેડા જિલ્લાના વંધરોલી ગામમાં રહેતા દેવેન્દ્ર રાવલને કમરની દુખાવો અને પેશાબ કરવામાં તકલીફ થતાં ૨૦૧૧માં   મહીસાગર જિલ્લાની બાલાસિનોરની KGM હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યાર બાદ દેવેન્દ્રને ૧૪ MMની પથરી હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. અને પરિવારે  પથરીના નિદાન માટે ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશનના ૪ મહિના બાદ દેવેન્દ્રનું મોત થઈ જતાં પરિવારે હોસ્પિટલની બેદરકારી ગણીને કોર્ટનો સહારો લીધો હતો. ત્યારે આજે ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ કમિશનએ દર્દીના પરિવારને ૧૧.૩૩ લાખ વળતર હોસ્પિટલે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

KGM જનરલ હોસ્પિટલના ડોકટરે પથરીની જગ્યાએ કીડની જ કાઢી નાખી હતી. જેનું કારણ ઇન્જેક્શન વધી ગયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. જો કે ડોકટરે પરિવારની જાણ બહાર જ કીડીની કાઢી નાખી હતી. અને ઓપરેશનના ચાર જ મહિનામાં મોત થયું હતું.