મેરાન્યૂઝ નેટવર્ક.મહીસાગરઃ ગુજરાતમાં યુવતીઓ દીકરીઓ સલામત હોવાના બણગાં મારતા લોકો તમે દર ચાર રસ્તે મળી જશે, જોકે તેમાં વાંક તેમનો પણ નથી. ફાંકાફોજદારી જેવી સાંભળી હોય તેવી લોકો સામે થાય. મહિસાગરમાં વધુ એક બળાત્કારની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. સંતરામપુરમાં જ એક સગીરાનું અપહરણ કરીને તેને ભૂજ લઈ જવામાં આવી અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીઓની મદદ ખુદ સગીર દીકરીના કાકીએ કરી હતી. જે પોલીસ સામે આવતા સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બે જ દિવસ પહેલા સંતરામપુર પોલીસ મથકે એક ગેંગરેપની ઘટના નોંધાઈ હતી. પોલીસ હજુ તેના ટેન્સનમાં હતી ત્યાં તો વધુ એક ઘટના બની ગઈ છે, અપહરણ કરીને તેના પર દુષ્કર્મની ઘટનાની જાણકારી પોલીસને તેના પિતાએ આપી હતી. તેના પિતા ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પિતાએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ મુજબ સગીરાની કાકી અને દુષ્કર્મ ગુજરાનાર બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. 

14 વર્ષીય સગીર દીકરી પોતાના ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાની સાથે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ ખાતેના એક ગામે થોડા વખત પહેલા જ ખેત મજૂરી કરવા આવી હતી. દરમિયાન તેનો સંપર્ક એક યુવક સાથે થયો. જેને પગલે ગુજરાન ચલાવતા પરિવારે પાછુ સંતરામપુર આવી જવાનું નક્કી કર્યું અને તેમણે કચ્છ છોડી દીધું. સગીર વ્યની દીકરીને તેના જ કુટુંબની કાકીએ પૈસા આપી અને ફોસલાવી લગ્નની લાલચ આપી ભચાઉના એક ગામે અપહરણ કરીને લઈ જવાઈ હતી. જ્યાં સુરેશ ઉર્ફે કાળુભાઈ ગણાનિતપુર વાળાની પાસે લઈ ગઈ હતી જ્યાં તેણે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

સુરેશને ખબર હતી કે આ દીકરી સગીર વયની છે, તે માત્ર 14 વર્ષની છે, તેના માટે આ બધી બાબતની સમજ હજુ દૂર છે. છતાં આ ઘટનાની ફરિયાદ પિતાએ નોંધાવતા પોલીસે તેની કાકી અને સુરેશ સામે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમોને આધારે ફરિયાદ નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.