મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ મહેશ વસાવા, મનસુખ વસાવા અને છોટું વસાવાની વચ્ચે અવારનવાર વિવિધ રીતે ધારદાર શાબ્દીક હુમલાઓ થતાં રહ્યા છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીનો માહોલ છે, છ મહાનગરોનું મતદાન પૂર્ણ થયું છે. જોકે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. આ દરમિયાનમાં મનસુખ વસાવાએ મહેશ વસાવા અને છોટુ વસાવાને આડેહાથ લીધા હતા. તેમણે એવું કહ્યું કે મહેશ વસાવા મારા માટે મચ્છર બરાબર છે, અહીં સુધી કે તેમણે BTPની કાચિંડા સાથે પણ સરખામણી કરી નાખતા રાજકીય માહોલ લાલઘૂમ થઈ ગયો છે.


 

 

 

 

 

મનસુખ વસાવાએ એક ચૂંટણી રેલીને સંબોધતાં કહ્યું કે, કાચિંડાની જેમ રંગ બદલે છે મહેશ વસાવા. મહેશ વસાવા કશું નથી, મારા માટે મચ્છર બરાબર છે. તમે અમને સાથ આપો. મને વધારે છંછેડવાની કોશિશ કરશો તો મારી પાસે તમારા લોકોની કેસેટો છે. મનસુખ વસાવા એમ ખાલી આક્ષેપ નથી કરતાં. મનસુખભાઇ નાટક કરે છે એવું કહે છે. હું કાંઈ અભણ નથી હું MSW થયેલો છું. ડેડીયાપાડા, સાગબારાના હિંમત રાખે છે. ભાજપ વિરોધી કામો કરતા લોકો શાનમાં સમજી જાય. સમજી લેજો, બંધ કરી દેજો. BTP કાંચિડાની જેમ રંગ બદલે છે. BTPથી મતદારો ચેતજો. આમ આદિવાસી નેતાઓ વચ્ચેની આ લડાઈ દિવસે ને દિવસે વધુ આક્રમક બની રહી છે. અગાઉ પણ મનસુખ વસાવા અને મહેશ વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.