પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર):  રાજકારણમાં એકલી સજ્જનતા ચાલતી નથી, નહીંતર વિધાનસભા અને સંસદ સજ્જનોથી ઉભરાતી હોત, પણ તેવુ નથી જો કોઈ વ્યકિત સજ્જન હોવાને કારણે પ્રજા મત આપતી હોત તો ડૉ કનુ કલસરીયા કયારેય હાર્યા ના હોત, ડૉ કલસરીયાએ પહેલા ભાજપમાં હતા અને મહુવામાં નિરમાના પ્લાન્ટ સામે આંદોલન કરી તેમણે ભાજપ અને નિરમા સામે બંડ પોકાર્યુ, લોકોની ભલાઈ માટે પોતાની પાર્ટી સાથે બાખડી પડેલા ડૉ કલસરીયા ત્યાર પછી કોઈ ચુંટણી જીત્યા નથી, આવુ મહેશ સવાણીનું પણ તેમણે અને લાખો  ગરીબ લોકોના જીવનમાં કઈક સારુ થાય તેવો તેવો પ્રયત્ન કર્યો છે. કલસરીયા અને સવાણીમાં એટલે ફેર છે કે કલસરીયા પાસે પૈસા  ન્હોતો અને સવાણી પાસે સાત પેઢી વાપરે એટલે ઈશ્વરે આપેલુ છે. પરંતુ સવાણી આપની હોડીમાં બેસી સમૃદ્ર પાર કરવા નિકળ્યા છે, ગુજરાતમાં આપ જે કઈ મહેનત કરે છે, તે કાબીલે દાદ છે, કારણે એખ પક્ષ લાંબો સમય સત્તા ઉપર રહે છે એટલે તેને પ્રજાની ઓછી અને પોતાની વધુ ચીંતા હોય છે,. આપણે લાંબો સમય રાજ કરનાર કોંગ્રેસ-ભાજપ બંન્નેને જોયા છે.

Advertisement


 

 

 

 

 

ભાજપ અને કોંગ્રેસ ભલે તેવો દેખાવ કરે કે ગુજરાતમાં આપના આગમનને કારણે તેમને ફેર પડતો નથી પરંતુ હવે પ્રશ્ન છે કે આપ ગુજરાતમાં સત્તા મેળવે નહીં તો પણ તેઓ ભાજપ કોંગ્રેસના ગણિતમાં ચોક્કસ ફેર પાડી શકે છે, જેનું ઉદાહરણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ગુજરાતમાં કોંગ્રેસ જે બેઠકો મેળવે છે, તેમાં કોંગ્રેસના કૌવત કરતા પ્રજા સ્વંભુ તેમને મત આપે છે, જયારે આપે પોતાની રમત એકડાથી શરૂ કરવાની છે. મહેશ સવાણી અને સી આર પાટીલ બંન્ને સુરતના છે, સવાણીનું આગમન પાટીલ માટે સુરતથી જ રાજકિય પડકારની શરૂઆત થઈ છે, આપના આગમન પહેલા ભાજપ સામે કોઈ પડકાર જ ન્હોતો તેવુ કહેવામાં અતિશયોકતી નથી, કારણ કોંગ્રેસ ભલે બીનસાપ્રદાઈકતામાં માનતી હોય પણ રામ ભરોસે ચાલતી પાર્ટી જ રહી છે ભીડ ભેગી કરવી કોંગ્રેસના ગજા બહારની વાત છે. પરંતુ 2022 માટે આપ મેદાનમાં છે તો થોડાક 2017ના આંકડા સમજી લેવાની જરૂર છે.

મહેશ સવાણી અને આપ જો આ આંકડાઓને નજર અંદાજ કરશે તો વિધાનસભામાં પહોંચવુ તો બાજુ ઉપર રહ્યુ પાટીલ ભાઉ 150 પાર કરશે, ગુજરાતમાં માધવસિંહ સોંલકીનો 149 બેઠકોનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શકયુ નથી, નરેન્દ્ર મોદીની પણ ઈચ્છા હતી., પણ તેઓ પણ આ રેકોર્ડ તોડી શકયા નહીં.2017ની ચુંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો હતો તેમાં શંકા નથી પરંતુ તેમા હાર્દિક પટેલની ભુમીકાને નકારી શકાય નહીં, સત્તાની નજીક આવી કોંગ્રેસ અટકી ગઈ હતી. પરંતુ કોંગ્રેસે જીતેલી 15 બેઠકો એવી છે કે કોંગ્રેસ 1500 બેઠકો કરતા ઓછા મતે જીતી છે આમ બહુ મતથી 15 બેઠકો જીતી છે જયારે કોંગ્રેસે જીતેલી 35 બેઠકો કોંગ્રેસ 5000 મતથી જીતી છે, આમ જીતેલી કુલ 50 બેઠકો 2022ની ચુંટણીમાં બહુ મહત્વની સાબીત થવાની છે કારણ ભાજપના નિશાના ઉપર આ 50 બેઠકો છે જે કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે તે પ્રયાસ કરશે

હવે જો આ 50 બેઠકો ઉપર આપ ચુંટણી લડે અને જીતી જાય તો આપ મેદાન મારી જાય પણ આપ આ 50 બેઠકો જીતવાને બદલે કોંગ્રેસના 1500થી5000 મત તોડવાનું જ કામ કરે તો આ બેઠકો ભાજપના હિસ્સામાં જતી રહે તેથી આપના વ્યુહરચનાકારે નક્કી કરવાનું છે કે આપ વિધાનસભામાં જવા માટે મહેનત કરે છે કે પછી ભાજપને જંગી બહુમતી અપાવવા માટે....