મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન પુર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 અને હરિયાણામાં કુલ 90 સીટ માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ મતદાન પુર્ણ થતાં જ વિવિધ ન્યૂઝ ચેનલ્સ અને વેબસાઈટ્સ દ્વારા એક્ઝિટ પોલ રજુ કરવામાં આવે છે. આ એક્ઝિટ પોલ્સ કઈ ચેનલ શું કહે છે તે આવો જાણીએ. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કુલ 288 સીટ પૈકી 145 સીટ બહુમત અપાવી શકે છે જ્યારે હરિયાણામાં 90 પૈકી 46 સીટ મેળવવી પડે.

ટાઈમ્સ નાઉ ન્યૂઝના કહ્યા પ્રામાણે, ભાજપને 130, એસએસ 113, કોંગ્રેસ 21, એનસીપી 20 અને અન્યો 4 સીટ મહારાષ્ટ્રમાં કબજે કરી શકે છે. સાથે જ હરિયાણામાં 90 સીટ પૈકી બીજેપી 71, કોંગ્રેસ 11, અન્યો 8, જેજેપી અને આઈએનએલડી ખાતું પણ નહીં ખોલે.

જન કી બાત કહે છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ 135, એસએસ 81, કોંગ્રેસ 24, એનસીપી 41 અને અન્યોના ફાળે 7 સીટો જશે જ્યારે હરિયાણામાં ભાજપ 52, કોંગ્રેસ 19, અન્યોને 9, જેજેપી 9, આઈએનએલડી 1 સીટ મેળવશે.

મહારાષ્ટ્ર અંગે ઈન્ડયા ટુડેનું કહેવું છે કે ભાજપને 100 સીટો અને કોંગ્રેસને 48 સીટ મળશે જ્યારે એસએસ 66 સીટ કબજે કરશે તથા એનસીપી 40 અને અન્યોના ફાળે 34 સીટ જાય તેમ છે.
ટીવી9-ભારતવર્ષના પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપ 100 જ્યારે એસએસ 97 સીટ મેળવી દમદાર મુકાબલો આપશે જ્યારે કોંગ્રેસ 45, એનસીપી 30 અને અન્યો 16 સીટ કબજે કરે તેમ છે. જ્યારે હરિયાણામાં ભાજપ 47, કોંગ્રેસ 23 અને અન્યોના ભાગે 20 સીટ આવશે.

ન્યૂઝ 18 ના પ્રમાણેઃ ભાજપ કુલ 288 સીટ પૈકી 243 કોંગ્રેસ 41 એઆઈએમઆઈએમ 1 અને અન્યોને 3 સીટ મહારાષ્ટ્રમાં મળશે જ્યારે હરિયાણામાં કુલ 90 સીટો પૈકી ભાજપ 75 કોંગ્રેસ 10 જેજેપી 2 અને અન્યોને 3 સીટ પ્રાપ્ત થઈ રહી છે.