મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કોરોનાની ચેન તોડવા માટે મહારાષ્ટ્રમાં 15 દિવસ પૂર્ણ લોકડાઉનના સંદર્ભમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ દળોના સાથે શનિવારે બેઠક ચલાવી છે. આ બેઠક હજુ (આ લખાય છે ત્યારે) ચાલુ છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના દ્વારા થઈ રહી છે. મીટિંગમાં વિપક્ષી દળોને પણ શામેલ કરાયા છે. મહારાષ્ટ્રમાં રોજ અંદાજે 59-60 હજાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ભારે સ્થિતિ બગાડી છે. લોકો ધડાધડ એક પછી એક સંક્રમિત થવા લાગ્યા છે. કોરોનાને કારણે અહીં તંત્ર પણ એટલું જ પરેશાન છે. લોકોની ચિંતામાં સરકાર અને સરકારી તંત્ર સતત ચિંતાતૂર જણાઈ રહ્યી છે. લોકોમાં પણ ઘણો ભય છે ત્યારે સતત લોકડાઉનની ચર્ચાઓ ચાલી રહી છે જે સંદર્ભમાં અહીં ચર્ચા પણ કરવામાં આવશે. જોકે નિશ્ચિત રૂપે સરકાર તમામ પાસાઓ પર વિચાર કરીને આગામી નિર્ણય કરશે અને તેને જાહેર પણ કરશે.