મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સરકાર બનાવવાને લઈને ગત 20 દિવસથી ચાલી રહેલી ખેંચતાંણ બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી તરફથી રાષ્ટ્રપતિની ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી દીધી છે. પ્રેસીડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી બાદ સવારે રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. આ વચ્ચે શિવસેનાએ તે ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શિવસેના તરફથી વકીલ સુનીલ ફર્નાન્ડિઝએ અરજી દાખલ કરી છે. શિવસેનાએ પોતાની અરજીમાં ગવર્નરની તરફથી પાર્ટીને સરકાર રચવા માટે અપાયેલા સમયને વધારવા પર સવાલ ઉઠાવ્યા છે.

સૂત્રો મુજબ, રાજભવને હોમ મિનિસ્ટ્રીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ મોકલતા કહ્યું કે મહારાષ્ટ્રમાં સંવિધાન મુંજબ સરકાર રચાવી મુશકેલ છે. તેના પર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સંવિધાન અનુચ્છેદ 370નો ઉપયોગ કરતાં સવારે પ્રેસીડેન્ટ રુલની અનુંશંકા કરી છે.

આપને જણાવી દઈએ કે, કેબિનેટ મીટિંગ બાદ વડાપ્રદાન મોદી બ્રિક્સ દેશોની મીટિંગમાં ભાગ લેવા માટે બ્રાઝીલ રવાના થઈ ગયા છે. સૌથી મોટા દળ તરીકે સરકાર બનાવવાથી ભાજપે ઈનકાર કર્યા બાદ ગવર્નરે રવિવારે શિવસેનાને સરકાર બનાવવાનો એક દિવસનો સમય આપ્યો હતો. રવિવારથી સોમવાર સુધી શિવસેનાના સરકાર બનાવી ન શકવાના બાદ સોમવારે સાંજે ગવર્નરે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને તક આપી હતી. એનસીપીને મળ્યો સમય આજે રાત્રે 8.30 કલાકે સમાપ્ત થઈ રહ્યો છે. જોકે એનસીપીની તરફથી હજુ સુધી કોઈ ઓફીશ્યલ રીતે સરકાર બનાવવાનો દાવો રજુ કરાયો નથી.

તે દરમિયાન એનસીપી નેતા નવાબ મલિક સરકાર બનાવવાને લઈને કહે છે કે, અમે કોંગ્રેસ સાથે વાતચિત પછી તેના પર નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે કોંગ્રેસે મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટેલ અને કેસી વેણુંગોપાલ મુંબઈ આવી રહ્યા છે અને ત્રણે નેતા એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે વાત કરશે. જે પછી સરકાર બનાવવાને લઈને અંતિમ નિર્ણય થઈ શકે છે.