મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને 10 દિવસથી ધમાસાણ ચાલે ચે સોમવારે દિલ્હીમાં અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસએ મુલાકાત કરી હતી. મનાઈ રહ્યું છે કે આ દરમિયાન તેમની રાજ્ય અને રાજનૈતિક હાલતને લઈને ચર્ચા થઈ છે. જોકે મીટીંગ પછી બહાર આવેલા ફડણવીશે સરકારની રચના અંગે ચર્ચાથી ઈનકાર કરતાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહએ ફક્ત ખેડૂતોને લઈને વાત કરી છે.

ફડણવીશે કહ્યું કે, જલ્દી નવી સરકારની જરૂરત છે.  નવી સરકારની રચનાને લઈને કયા કોણ શું શું કહે છે, તેના પર કાંઈ નથી કહી શક્તો, હું એ જ કહીશ કે મહારાષ્ટ્રમાં જલ્દી જ નવી સરકાર બનશે, મને પુરો વિશ્વાસ છે.

કોંગ્રેસ અને એનસીપીની બેઠકને લઈને કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું કે, મુલાકાતમાં રાજનૈતિક ચર્ચા થશે. તેમણે કહ્યું કે, પવાર સાહેબ અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનીયા ગાંધી ગઠબંધનને લઈને બંને જ પાર્ટીઓના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. રવિવારે મુંબઈમાં એનસીપી નેતાઓએ એક મીટીંગ કરી અને રાજ્યની હાલની રાજનૈતિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો આવી ચુક્યા અને તેને પણ દસ દિવસ વીતી ગયા તો પણ મહારાષ્ટ્રમાં સરકાર કેવી રીતે અને કોની બનશે તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. ભાજપ શિવસેના એક બીજા તરફ શરતો મુજબ સરકાર રચવાની માગ કરી રહ્યું છે તો બીજી તરફ અત્યાર સુધી સાથે રહેવાનું વચન આપનાર ભાજપ શિવસેનાની ફીફ્ટી- ફીફ્ટી વાળી ફોર્મ્યૂલાથી સહમત નથી.