મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં નવી સરકારની રચના પર સસ્પેન્સ ચાલુ છે. એક બીજાને થપ્પો આપતા રાજકીય પક્ષોમાં એક બીજા પર ભરોસાને અભાવે અને દગાખોરીની વૃત્તિને કારણે સર્જાયેલી આ સ્થિતિમાં વિવિધ પાર્ટીઓને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. હાલ એનસીપી પર તમામની નજર ટકી છે. સોમવારે ગવર્નર સાથે મુલાકાત તો કરી પરંતુ તેમાં સરકાર બનાવવા માટે નહીં પણ થોડો સમય આપવા માટેની માગણી કરી હતી. ભાજપે તો સરકાર બનાવવાથી સાફ ઈન્કાર કરી દીધો છે.

અહીં કેટલાક સમીકરણો આપ સમક્ષ દર્શાવ્યા છે

1- ગવર્નરએ એનસીપીને મંગળવારે રાત્રે 8.30 સુધી જવાબ આપવા કહ્યું છે. એવામાં કોંગ્રેસ ગઠબંધનના પોતાા સહયોગી એનસીપીની સરકાર રચવા સાથે આપી શકે છે. વગર શિવસેનાના સમર્થને એનસીપી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. બીજી બાજુ શિવસેના મુખ્યમંત્રીના પદ પર ઝુકવા માટે કોઈ કિંમતે તૈયાર નથી. તેવામાં મનાઈ રહ્યું છે કે, એનસીપી રાજ્યપાલનો પ્રસ્તાવ ફગાવી શકે છે. એનસીપીએ સીધી રીતે શિવસેનાને ટેકો આપવા અંગે કોઈ પણ એલાન કર્યું નથી.

2- એનસીપીની ઓફર ફગાવ્યાથી રાજ્યપાલ દ્વારા ચોથી સૌથી મોી પાર્ટી એટલે કે કોંગ્રેસને સરકાર બનાવવા આમંત્રણ અપાય તેમ છે. પરંતુ કોંગ્રેસ માટે પણ એનસીપી વાળી સ્થિતિઓ અડચણ નાખશે. એટલે કોંગ્રેસની સરકારને શિવસેનાનું સમર્થન મળે તેવા કોઈ અણસાર નથી. તેથી કોંગ્રેસ પણ સરકાર નહીં બનાવે તે શક્ય છે.

3- જો દળોની સરકાર રચનાથી ઈન્કાર કરી દે છે તો હવે રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલીને અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન માટે કહેશે. જો રાજ્યપાલના આમંત્રણને ફગાવી કોંગ્રેસ અને એનસીપી બંને સરકારની રચનાથી ઈનકાર કરે છે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો રસ્તો સાફ થઈ જશે. 

4- રાજકારણની જાણકાર ભાજપના સરકાર બનાવવાની સંભાવનાઓ હાલ પુરી રીતે ખારીજ નથી કરી રહ્યા. જોકે હજુ ભાજપે સરકાર રચનાને લઈને હાથ ઊભા કરી દીધા છે પરંતુ કોઈ પાર્ટીની મદદથી ભાજપ એક વાર ફરી સરકાર બનાવવા માટે રાજ્યપાલ પાસે પહોંચી શકે છે. 2014માં પણ ભાજપે બહુમત ન હોવાને કારણે એનસીપીના સમર્થનથી સરકાર બનાવી હતી. જોકે બાદમાં શિવસેનાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું.

5- જો રાજ્યપાલને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન પછી કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તો તે રાજ્યમાં ફરી ચૂંટણીની સલાહ આપી શકે છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી રાજ્યની તમામ શક્તિઓ રાષટ્ર્પતિ પાસે સુરક્ષિત રહેશે. વિધાનસભાના કાર્ય સંસદ કરે છે. તે માટે બે મહિનાની અંદર સાંસદની મંજુરી જરૂરી છે. રાજ્યમાં 6 મહિનાથી વધુ 1 વર્ષ માટે રાષટ્ર્પતિ શાસન લાગુ કરી શકાય છે. જો એક વર્ષથી વધુ રાષ્ટ્રપતિ શાસન આગળ વધારવાનું છે, તો તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચની મંજુરી લેવી પડષે. એવામાં એક વર્ષ પછી ફરી ચૂંટણીની સંભાવના ફગાવી શકાતી નથી.